ખબર

સુરતમાં કમ્પ્યુટર શીખવા આવેલા વિદ્યાર્થીએ ટીચર સાથે જ લગ્નની લાલચ આપીને ના કરવાનું કરી નાખ્યું

ટીચરને પ્રેમના પાઠ ભણાવી છોકરો હોટલમાં લઇ ગયો અને સંબંધ બાંધ્યા પછી…

આજના સમયમાં વિશ્વાસ કોની ઉપર કરવો તે સૌથી મોટો પ્રશ્ન છે. ઘણા કિસ્સાઓમાં આપણે જોયું છે કે જેના ઉપર આપણે સૌથી વધારે વિશ્વાસ કરીએ તે જ વ્યક્તિ આપણી સાથે વિશ્વાસઘાત કરતું હોય છે. ઘણીવાર યુવતીઓ અને મહિલાઓ એવા લોકોના વિશ્વાસમાં આવી જાય છે અને પોતાનું સર્વસ્વ તેમને સોંપી દેતી હોય છે, પરંતુ જયારે સાચી હકીકત સામે આવે છે ત્યારે તે કોઈને મોઢું બતાવવાના લાયક પણ નથી રહેતા. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

આવો જ એક કિસ્સો સુરતના ડિંડોલીમાંથી સામે આવ્યો છે. જ્યાં કોમ્પ્યુટર શિખવા આવતા 20 વર્ષના વિદ્યાર્થીએ ટીચરને ડુમસ ફરવા લઇ જઇ લગ્નની લાલચ આપીને ટીચર સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના વર્ષ 2015માં બની હતી. આરોપી વિદ્યાર્થીએ ટીચરના સેંથામાં સિંદુર ભરીને પોતાની પત્ની બનાવવાની વાતો પણ કરી હતી. અને હવે 6 વર્ષ બાદ વિદ્યાર્થીએ ટીચરને તરછોડી દેતા 29 વર્ષીય શિક્ષિકાએ રેપની ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર નવાગામમાં રહેતી 29 વર્ષીય શિક્ષિકા 9 વર્ષ પહેલાં ડિંડોલીના એક ક્લાસીસમાં કમ્પ્યુટર શિખવતી હતી. વર્ષ 2015ની અંદર આ કલાસમાં નવાગામ ડિંડોલીના ગંગાનગરમાં રહેતો 26 વર્ષીય હિતેશ રામદાસ મિશ્રા કોમ્પ્યુટર શિખવા આવતો હતો.

કમ્પ્યુટર શીખવતા ટીચર અને શીખતાં વિદ્યાર્થીને એક બીજા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જેના બાદ હિતેશ ટીચરને ફરવા માટે ડુમસ લઇ ગયો હતો અને ત્યાં બંને એક હોટલમાં રોકાયા હતા. એ સમયે હિતેશે ટીચરના સેંથામાં એક ચપટી સિંદુર ભરી દીધું હતું અને લગ્નની લાલચ પણ આપી હતી અને પોતાની વાતોમાં ફસાવીને તેની સાથે રેપ પણ કર્યો હતો. જેના બાદ હિતેશ ટીચર સાથે અવાર નવાર સંબંધો પણ બાંધવા લાગ્યો હતો.

હવે 6 વર્ષ બાદ હિતેશે ટીચરને તેના લગ્ન સમાજની અંદર થવાના છે તેવું બહાનું કાઢી અને તરછોડી દીધી હતી. ગત 10 એપ્રિલના રોજ ફરી હિતેશે ટીચરને ફોન કરી અને જણાવ્યું કે તે તેની સાથે જ લગ્ન કરશે. બીજા કોઈ સાથે લગ્ન નહિ કરે. આવી ઈમોશનલ વાતો કરી પરવટ પાટિયા ખાતે આવેલી ઓયો હોટલમાં લઇ ગયો હતો. અહીં પણ હિતેશે પ્રિયા સાથે બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હતો.

જેના બાદ હિતેશે લગ્ન કરવાથી ઇન્કાર કરી દીધો હતો. અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને પણ શોષણ કરવા લાગ્યો હતો. આમ, લગ્નના બહાને યૌનશોષણ કરવા બદલ પીડિતાએ આખરે પોલીસનું શરણું લીધું હતું. અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.