મોબાઈલની મેટરને લીધે સુરતમાં 15 વર્ષના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, કારણ જાણી હચમચી ઉઠશો

હે ભગવાન, આ નવી જનરેશનને શું કહેવું, સુરતમાં મોબાઈલને લીધે ધો. 9ના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા….જાણો અંદરની વગત

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. કેટલાક લોકો પ્રેમ સંબંધમાં તો કેટલાક માનસિક કે શારીરિક તાણને કારણે તો કેટલાક ઘરકંકાસને કારણે આપઘાત કરી લેતા હોય છે. છેલ્લા થોડા સમયમાં તો વિદ્યાર્થીઓના આપઘાતના પણ ઘણા કિસ્સા સામે આવ્યા છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ કે સગીર માતા-પિતાની વાતનું લાગી આવતા અથવા તો અભ્યાસને કારણે આપઘાત કરી લેતા હોય છે.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે આજકાલ તો મોબાઈલ ફોનનું ચલણ ઘણુ વધતું જઈ રહ્યું છે અને નાના બાળકોથી લઇને મોટેરાઓ પણ મોબાઈલ ફોનમાં વધુ રસ ધરાવે છે, ત્યાં નાના બાળકો તો ઘણા પોતાનો અલગ મોબાઇલ હોય તેવી ઈચ્છા પણ ધરાવે છે. ત્યારે હાલમાં સુરતમાંથી આપઘાતની ઘટના મોબાઇલને કારણે જ સામે આવી છે. 15 વર્ષીય પુત્રને પરિવારજનોએ મોબાઈલ ફોન નહીં અપાવે તેવું કહેતા તેને લાગી આવ્યુ અને તેને કારણે તેણે પોતાનો જીવ આપી દીધો.

પ્રતિકાત્મક તસવીર

15 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા એક મહિનાથી વધુ સમયથી પરિવાર પાસે મોબાઈલ ફોનની માગણી કરી રહ્યો હતો પણ પરિવારજનોએ ફોન ન અપાવી દેતા તેણે આપઘાત કરી લીધો. પ્રાપ્ત જાણકારી અનુસાર, વરાછાના હરિધામ સોસાયટીમાં રત્ન કલાકારનો પરિવાર વસવાટ કરે છે. તેમના 15 વર્ષીય બાળકે આત્મહત્યા કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઈ છે. પરિવારજનોએ દીકરાએ કહ્યુ હતુ કે તેને પહેલા અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ અને અત્યારે મોબાઈલ ફોન નહીં અપાવીએ પછી અપાવીશું.

આ વાતે ખોટુ લાગી આવતા રત્ન કલાકાર ગુણવંતના 15 વર્ષીય પુત્રેએ આપઘાત કરી લીધો. આપઘાતના સમાચાર સાંભળી સમગ્ર પરિવારમાં શોકનું મોજુ પ્રસરી ગયું છે. જણાવી દઇએ કે, મૃતક વિદ્યાર્થી વરાછાની ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો અને તેણે રવિવારના રોજ ઘરમાં પંખાના પાઇપ સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. જો કે, તેને આ હાલતમાં જોઇ તેના કાકા તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા પણ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો અને આ ઘટનાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.

Shah Jina