સુરતમાં પરિવાર સાથે જમ્યા પછી ધો.9ના વિદ્યાર્થીએ ઘરમાં જ કરી આત્મહત્યા, કેમ ભર્યું હશે આવું ભયંકર પગલું?

ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા લોકો આર્થિક તંગીથી પરેશાન થઇ આપઘાત કરી લેતા હોય છે, તો ઘણા પ્રેમમાં નાસીપાસ થઇ જવાને કારણે આપઘાત કરી લેતા હોય છે. છેલ્લા ઘણા સમયથી તો નાના યુવકો કે સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ધોરણ 9માં ભણતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે.

આ વિદ્યાર્થીની લાશ ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થીએ સ્કૂલેથી આવીને પરિવાર સાથે જમ્યા બાદ આ પગલુ ભર્યુ હતુ.  ઘટનાની વિગત તપાસીએ તો, સુરતના સચિન વિસ્તારમાં ઉત્કર્ષ નામના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. આ ઘટના બાદ મૃતકનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. તે

ણે સ્કૂલેથી આવ્યા બાદ પરિવાર સાથે ભોજન કર્યુ હતુ અને તે બાદ તેનો મોટો ભાઇ અને પિતા કામ પર જતા તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઉત્કર્ષનો મોટો ભાઇ ITIમાં અભ્યાસ કરે છે. તે ઘરે આવ્યા બાદ ઉત્કર્ષે દરવાજો ખોલ્યો ન હતો અને તે પછી તે બાલ્કનીમાંથી ઘરમાં આવ્યો અને તેને જોયુ કે તેેના નાના ભાઇએ ગળેફાંસો ખાઇ લીધો છે.

મૃતક ઉત્કર્ષના પિતા સિક્યુરિટી સુપર વાઇઝર છે. ઉત્કર્ષ ધોરણ 9માં અભ્યાસ કરે છે અને તેનો મોટો ભાઇ ITIમાં અભ્યાસ કરે છે. પરિવાર દીકરાના કારણે આઘાતમાં સરી પડ્યો છે.મૃતકના ભાઇ અનુસાર, તે મંગળવારે સાંજે કોલેજથી ઘરે આવ્યો અને તેણે ઘરનો દરવાજો ખોલ્યો પણ તે ખુલી રહ્યો ન હતો ત્યારે તે પાછળની બાલ્કનીમાંથી અંદર આવ્યો ત્યારે તેણે જોયુ કે તેનો નાનો ભાઇ ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો છે, આ જોઇ તે હેબતાઇ ગયો હતો અને તેણે બૂમાબૂમ કરી હતી, જે બાદ તેના પિતા કે જે કામ પર ગયા હતા તેમને પણ જાણ કરવામાં આવી.

ઉત્કર્ષ ભણવામાં હોશિયાર હતો, તેણે સ્કૂલેથી આવ્યા બાદ પરિવાર સાથે ભોજન કર્યુ હતુ અને ત્યાર બાદ જમીને પિતા કામ પર ગયા અને તેનો મોટો ભાઇ કોલેજ ગયો. ઉત્કર્ષ ઘરમાં એકલો રહેતો અને તે પિતાનો લાડલો પણ હતો. તેના મિત્રોએ તેને ક્રિકેટ રમવા માટે ફોન પણ કર્યો હતો પરંતુ તે પહેલા જ તેનું મોત થઇ ગયુ હતુ, જો કે, હજી સુધી આપઘાત પાછળનું કોઇ કારણ સામે આવ્યુ નથી. સચિન GIDC પોલિસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે.

Shah Jina