સુરતમાં પાંડેસરામાં 15 વર્ષીય વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને તડપી તડપીને મરી ગઈ, કારણ સામે આવતા આખો પરિવાર ધ્રુજી ઉઠ્યો

ગુજરાત રાજયમાંથી છેલ્લા કેટલાક સમયથી આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. નાની વયના યુવાનો અને યુવતિઓ કોઇ કારણોસર આપઘાત કરી લેતા હોય છે. ઘણા કોઇ દબાણને કારણે આત્મહત્યા કરી લેતા હોય છે તો ઘણા કોઇ આર્થિક મુશ્કેલીઓને કારણે અથવા તો ઘણા પ્રેમમાં નાસીપાસ થઇ જવાને કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. હાલમાં સુરતમાંથી એક એવો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જે જાણી તમે હચમચી ઉઠશો. ધોરણ 10માં ભણતી 15 વર્ષની વિદ્યાર્થીનીએ તેના પ્રેમી અને પરિવારના લગ્ન માટે દબાણ કરવાને કારણે આપઘાત કરી લીધો.

સુરતની ધોરણ 10માં ભણતી 15 વર્ષની વિદ્યાર્થીનીએ તેની માતાને મમ્મી, એક વાત કહું, મારતી નહિ, હું એક છોકરા સાથે વાત કરું છું. હવે એ અને એની માતા મને લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યા છે તેવું કહી ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. પરિવારમાં દીકરીના મોતને કારણે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આ વિદ્યાર્થીનીનું નામ મધુ છે. તેના પિતાને ચાર સંતાનો છે, જેમાં બે દીકરીઓ અને બે દીકરાઓ છે. બધામાં મધુ સૌથી મોટી હતી. તે ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરી રહી હતી.

ગઇકાલના રોજ એટલે કે રવિવારે બપોરે ઘરમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મધુ મળી આવતા તેને સિવિલ લઈ જવામાં આવી હતી, જ્યાં મોડી સાંજે તેનું મોત નીપજ્યું હતું. મધુ તેના મહોલ્લાના એક હેર સલૂનમાં કામ કરતા યુવક સાથે વાત કરતી હતી. જોકે યુવક અને તેની માતા લગ્ન માટે દબાણ કરતા હતા અને તેથી જ માનસિક તણાવમાં આવેલી મધુએ તમામ હકીકત માતાને જણાવી હતી. શનિવારે રાત્રે મધુની માતાએ આ વાત તેના પિતાને કહી હતી અને તેના પિતાએ તેને અભ્યાસ પર ધ્યાન આપવા માટે પ્રેમથી સમજાવી હતી.

પ્રતિકાત્મક તસવીર

રવિવારે સવારે 8 વાગે ટ્યુશન ગયેલી મધુ ઘરે આવ્યા બાદ થોડીવારમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. યુપીના રહેવાસી સંજય પાંડેએ જણાવ્યું હતું કે, તેઓ મીલમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરીના મોતને લઈ આઘાતમાં હોવા છતાં આજે સવારે તે યુવક ઘર નજીક આંટાફેરા મારી રહ્યો હતો અને બાઈકના હોર્ન વગાડી પોતે આવ્યો હોવાનું દીકરીને સિગ્નલ આપતો હતો. પીડિત પિતાએ પોલિસને ન્યાય અપાવવા વિનંતી કરી છે.

Shah Jina