સુરત સ્પા કેસમાં આવ્યો નવો વળાંક, યુવતિ પર લગ્નની લાલચે આચર્યુ સંચાલકે દુષ્કર્મ

સુરત સ્પામાં કામ કરતી યુવતિ સાથે મારામારી કેસમાં નવો વળાંક, ભાગીદાર બનાવી લગ્નની લાલચ આપી સંચાલકે કર્યુ યુવતિનું યૌનશોષણ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

સુરતમાંથી થોડા દિવસો પહેલા એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં સ્પામાં કામ કરતી એક યુવતિ સાથે સ્પાના માલિકે મારામારી કરી હતી. આ સ્પા સુરતના પાલ વિસ્તારમાં ભાગ્યરત્ન કોમ્પ્લેક્સમાં ચાલે છે. જો કે, આ મામલે હવે નવો વળાંક આવ્યો છે. પીડિતાએ સ્પા-માલિક પીયૂષ ગાંધી સામે દુષ્કર્મની પણ ફરિયાદ નોંધાવી છે. સ્પાના માલિકે યુવતિને ભાગીદાર બનાવી અને લગ્નની લાલચ આપી તેનું યૌનશોષણ કર્યુ હતુ.

સુરત સ્પા કેસમાં નવો વળાંક

આ આક્ષેપો સાથે તેણે પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મૂળ મિઝોરમની અને હાલ સુરતમાં રહેતી 27 વર્ષીય યુવતિ પીપલ્સ વેલનેસ સ્પા એન્ડ મસાજ પાર્લરમાં ભાગીદાર તરીકે જોડાઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો અને પીયૂષ ગાંધીએ યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જો કે, દિવાળીના થોડા દિવસ પહેલાં પીયૂષે યુવતીને કહ્યુ કે તું કેવી રીતે મસાજ કરે છે, તેનો ટેસ્ટ લેવો છે.

સ્પા માલિકે યુવતિ સાથે લગ્નની લાલચે આચર્યુ દુષ્કર્મ

આ દરમિયાન યુવતી સાથે તેણે જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો. તે પછી તેણે એવું પણ કહ્યુ કે તારે નોકરી કરવી હોય તો આવી રીતે જ કરવી પડશે. તને સુરતમાં ક્યાંય નોકરી નહીં કરવા દઉં, જો તું મારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે તો હું તને મારી પત્ની બનાવીશ અને મારી પત્નીને ડિવોર્સ આપી તને રાણી બનાવીને રાખીશ.

યુવતીએ સ્પા-સંચાલકના માલિક સામેનોંધાવી બળાત્કારની ફરિયાદ

જો કે પિયુષે તેને એવું કહી સ્પામાંથી કાઢી મૂકી કે તેના છૂટાછેડા થયા નથી એટલે આપણા લગ્ન નહિ થાય. જ્યારે સ્પા માલિકનો મારપીટ વાળો વીડિયો વાયરલ થયો હતો તે સમયે યુવતિ બાકી પગારની માગણી કરી રહી હતી.ત્યારે હવે સ્પા-માલિક પીયૂષ ગાંધી સામે ફરિયાદ નોંધાયા બાદ પોલિસે તેની ધરપકડ કરી હતી, પણ હવે આ યુવતીએ સ્પા-સંચાલકના માલિક સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina