સુરતમાં પગાર મુદ્દે સ્પા સંચાલકની થઇ મહિલાકર્મી સાથે માથાકૂટ, સ્પા-માલિકે યુવતિને ઝીંક્યા ફડાકા, વીડિયો થયો વાયરલ

સુરતમાં સ્પા સંચાલકની મહિલાકર્મી સાથે લાફાવાળી, વીડિયો વાયરલ થયા બાદ મચી ગયો હોબાળો

Spa operator Beats Up Girl : ગુજરાતમાંથી ઘણીવાર મારામારીની ઘટનાઓ સામે આવે છે. છેલ્લા થોડા સમય પહેલા અમદાવાદમાંથી સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતિનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં યુવતિને લાફો ઝીંકવામાં આવ્યો હતો. ત્યારે હવે સુરતના પાલ વિસ્તારમાં આવેલા ખાનગી સ્પા સેન્ટરમાંથી પણ આવો જ એક મામલો સામે આવ્યો છે.

સ્પા સંચાલકે મહિલાકર્મીને માર્યો ઢોર માર

સ્પામાં કામ કરતી યુવતિ સ્પા-સંચાલક પાસે બાકી પગાર માગવા જતાં બંને વચ્ચે મારામારી થઈ અને સ્પા-સંચાલકે મહિલાને માર માર્યો. જો કે, આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ વાયરલ થઇ ગયો અને તે પછી પાલ પોલીસે મહિલાની ફરિયાદ નોંધી અને સ્પા-સંચાલકની ધરપકડ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાલ ગેલેક્સી રોડ વિસ્તારમાં આવેલા ભાગ્યરત્ન શોપિંગ સેન્ટરમાં ચાલતા પીપલ્સ વેલનેસ સ્પા સેન્ટરમાં કામ કરતી યુવતિને સ્પા-સંચાલક પીયૂષ ગાંધી દ્વારા માર મારવામાં આવ્યો હતો.

વીડિયો વાયરલ થયા બાદ પોલિસે કરી ધરપકડ

જ્યારે તે પોતાનો બાકી પગાર માગવા પીયૂષ ગાંધી પાસે ગઇ ત્યારે સ્પા-સંચાલક સાથે તેની જીભાજોડી થઈ ગઇ અને આ દરમિયાન સ્પા-સંચાલકે તેને સ્પા સેન્ટરની અંદર જ ઢોર માર માર્યો. જો કે, આ દરમિયાનનો વીડિયો સામે પણ આવ્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે. ત્યારે મહિલાકર્મીની ફરિયાદ બાદ પોલીસે સ્પા-સંચાલકની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

View this post on Instagram

 

A post shared by GujjuRocks-Surat (@gujjurocks.surat)

Shah Jina