સુરતની અંદર વકરી રહેલા કોરોનાના કારણે અમેરિકામાં રહેતા ડોક્ટર દીકરાએ પોતાના વૃદ્ધ માતા પિતાને પોતાની પાસે બોલાવવા ચાર્ટડ પ્લેન મોકલ્યું

કોરોનાનો આંતક સમગ્ર દેશમાં વ્યાપી રહ્યો છે. ગુજરાતની પણ હાલત ખુબ જ ખરાબ થઇ રહી છે, ત્યારે સુરત પણ કોરોના સંક્ર્મણના કારણે ત્રાહિમામ પોકારી રહ્યું છે. આ દરમિયાન વૃદ્ધ અને બાળકોની ખાસ કાળજી લેવી પડે તેમ છે. ત્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં અમેરિકામાં રહેતા ડોક્ટર દીકરાએ સુરતની અંદર રહેતા પોતાના વૃદ્ધ માતા પિતાને પોતાની પાસે બોલાવવા માટે ચાર્ટડ પ્લેન મોકલ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજના સેવણી ગામે રહેતા વૃદ્ધ માતા-પિતાને સાયપ્રસ રહેતા તબીબ દીકરાએ સુરતમાં વકરી રહેલા કોરોનાને જોતા પોતાના વૃદ્ધ માતા પિતાને પોતાની પાસે બોલાવવા માટે ગત 10 તારીખના રોજ 19 સીટરનું ચાર્ટર પ્લેન સાયપ્રસથી સુરત એરપોર્ટ ઉપર મોકલ્યું હતું. જેમાં બે વ્યક્તિ વૃદ્ધ માતા પિતાને લઈને માત્ર 1 જ કલાકમાં પરત સાયપ્રસ રવાના થઇ ગયું હતું.

આ બાબતે વધુ મળી રહેલી માહિતી પ્રમાણે મિડલ ઈસ્ટના સાઈપ્રસમાં રહેતાં ગુજરાતી ડોક્ટરે પોતાના માતા-પિતાને સુરતમાં વધી રહેલા કોરોના સંક્ર્મણને જોતા પોતાની પાસે બોલાવવા માટે સ્પેશિયલ ફ્લાઈટ મોકલી હતી.

તો આ બાબતે સુરત એરપોર્ટ દ્વારા મળેલી માહિતી અનુસાર કોરોનાના વધતાં કહેર વચ્ચે ઘરડા માતા-પિતા તેની ચપેટમાં આવે નહીં આવે અને તે સુરક્ષિત રહે તે હેતુથી ગુજરાતી ડોક્ટરે સાયપ્રસના લનાર્કા ઈન્ટરનેશનલ એરપોર્ટથી એક સ્પેશિયલ ચાર્ટડ ફ્લાઈટ સુરત મોકલી હતી. જે સોમવારે સવારે 9.05 સુરત એરપોર્ટ પર આવીને 2 પેસેન્જર રણછોડ પટેલ અને સવિતા પટેલને લઈને પરત લનાર્કા એરપોર્ટ જવા માટે 10.52 કલાકે ઉપડી ગઈ હતી.

તમને જણાવી દઈએ કે સુરતના એરપોર્ટ પર વૃદ્ધ માતા પિતાને લેવા માટે આવેલું ગલ્ફ સ્ટ્રીમ-4 કક્ષાનું લક્ઝુરિયસ વિમાન એક સમયે અમેરિકન સ્ટેટ આર્મી દ્વારા ઉપયોગમાં આવતું હતું. આ માહિતી સુરત એરપોર્ટ દ્વારા મીડિયાને મળી હતી.

Niraj Patel