સુરત સોલંકી પરિવાર સામૂહિક આપઘાત કેસમાં નવો ખુલાસો, પીએમ રિપોર્ટ આવતા જ મચી ગયો હાહાકાર

સુરત સામુહિક આપઘાત કેસ : સોલંકી પરિવારના સભ્યોએ નહોતો કર્યો આપઘાત, 6ને મોતને ઘાટ ઉતારનાર સામે હત્યાનો ગુનો નોંધાયો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

સુરતના અડાજણમાંથી સામે આવેલ સામુહિક આપઘાતનો મામલો ઘણો ચર્ચામાં છે. આને લઇને અત્યાર સુધી ઘણા ખુલાસા પણ થયા છે. ત્યારે હાલમાં આ કેસમાં મોટો ખુલાસો થયો છે. પીએમ રિપોર્ટ સામે આવ્યા બાદ હવે મૃતક મનીષ સોલંકી સામે હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ છે. પીએમ રિપોર્ટ અનુસાર, માતા અને મોટી દીકરીનું ગળું દબાવવાને કારણે મોત થયુ છે,

સોલંકી પરિવાર સામૂહિક આપઘાત કેસમાં નવો ખુલાસો

જ્યારે બીજા સભ્યોને સોડામાં ઝેરી દવા પીવડાવ્યાનું અનુમાન છે. જો કે હાલ પણ આ કેસમાં કારણ અકબંધ છે. બીજી બાજુ આપઘાતનું કારણ શોધવા પોલીસ તપાસ કરી રહી છે. પીએમ રિપોર્ટમાં પત્ની, પિતા અને બે બાળકોને ઉધઈ મારવાની દવા પીવડાવ્યાનો ખુલાસો થયો છે, જ્યારે માતા અને મોટી દીકરીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી છે.

પીએમ રિપોર્ટ સામે આવ્યા બાદ મનીષ સોલંકી સામે હત્યાનો ગુનો

ત્યારે પોલીસે ફર્નિચરના ધંધા સાથે સંકળાયેલા કારીગરો અને ગ્રાહકોના નિવેદન લીધા છે અને જુદી જુદી બેંકના લોન એજન્ટને બોલાવી પણ ફરી નિવેદન લેવાયા છે. આ કેસની તપાસ માટે પોલીસે સ્પેશિયલ ટીમની રચના પણ કરી છે.

28 ઓક્ટોબરે ઘટી હતી સુરતની ચકચારી જગાવે એ ઘટના

જણાવી દઇએ કે, સુરતના પાલનપુર જકાતનાકા સ્થિત નૂતન રો હાઉસની સામે સિધ્ધેશ્વર એપાર્ટમેન્ટમાંથી 28 ઓકટોબરે મનીષ ઉર્ફે શાંતુ કનુ સોલંકી અને પરિવારનો સામૂહિક આપઘાત સામે આવ્યો હતો. આ કરુણ ઘટનામાં મનીષ દ્વારા ભરવામાં આવેલા આત્યાંતિક પગલા પાછળનું કારણ જાણવા એસઆઇટી બનાવવામાં આવી હતી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina