સુરત ફરી લજવાય ગયું, નરાધમે દિવ્યાંગ કિશોરી સાથે કર્યું ખુબ જ ગંદુ કામ, વીડિયો થઇ ગયો રેકોર્ડ
ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ અને નાની સગીરાઓ પર દુષ્કર્મ અથવા તો તેના પ્રયાસના કિસ્સા સામે આવે છે. ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સુરત શહેરનું નામ ઘણુ આગળ છે. સુરતમાં મહિલાઓની છેડતી, બરાત્કાર અને નાની સગીરાઓ સાથે દુષ્કર્મના ગુનાઓ સતત વધી રહ્યા છે. હાલમાં વધુ એક સુરત શહેરમાંથી ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના ગોપીપુરામાં 13 વર્ષની દિવ્યાંગ કિશોરી સાથે છેડતીની ઘટના બની હતી.
ગોપીપુરાના એક એપાર્ટમેન્ટમાં રહેતી દિવ્યાંગ કિશોરી સાથે એ જ એપાર્ટમેન્ટના 28 વર્ષીય વિરલ શાહે છેડતી કરી હતી. સગીરા એપાર્ટમેન્ટના પેસેજમાંથી જઈ રહી હતી ત્યારે જ વિરલ શાહ તેની નજીક આવ્યો અને અડપલા કર્યા, જેના કારણે સગીરા તેનાથી દૂર ભાગી. આ સમગ્ર ઘટના એપાર્ટમેન્ટના પેસેજમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. સગીરાએ આ સમગ્ર ઘટના વિશે તેના પરિવારને જાણ કરી ત્યારે CCTVના આધારે પરિવારજનોએ ફરિયાદ નોંધાવી
અને તે બાદ અઠવા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વિરલ શાહની અટકાયત કરી હતી. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ મુજબ, સુરતના ગોપીપુરાના કાઝીના મેદાન વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગમાં 13 વર્ષીય દિવ્યાંગ બાળકી રહે છે, જે વ્યવસ્થિત બોલી શકતી નથી. તે પગે અને હાથેથી પણ થોડી દિવ્યાંગ છે. ત્યારે ગત 8 તારીખના રોજ તે બિલ્ડીંગમાં રહેલા પેસેજમાં અન્ય નાના બાળકો સાથે રમી રહી હતી. આ દરમિયાન તેની એકલતાનો લાભ ઉઠાવી 28 વર્ષીય વિરલ શાહે તેની છેડતી કરી હતી.
આને લઇને સગીરા ગભરાઈ ગઈ અને કોઈને કહી શકી નહિ. 8 ઓક્ટોબરના રોજ બાળકી સાથે બનેલી આ ઘટનાની પરિવારને જાણ સુદ્ધા ન હતી. જો કે બે દિવસ બાદ બિલ્ડીંગના એક સભ્ય દ્વારા બાળકીના પિતાને આ વિશે જણાવવામાં આવ્યું કે, બિલ્ડિંગમાં રહેતો વિરલ શાહ તમારી દીકરી સાથે ચોથા માળે શંકાસ્પદ હરકતો કરતો હતો. આને લઇને પરિવાર દ્વારા બિલ્ડીંગના CCTV ચેક કરવામાં આવ્યા અને નરાધમ વિરલ શાહની કરતૂત સામે આવી.