વિદ્યાર્થી સાથે કરાયું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય, શખ્સોએ આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, રૂ. 10 હજાર પણ પડાવી લીધા – જાણો સમગ્ર મામલો
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
ગુજરાતમાંથી ઘણીવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવે છે, ત્યારે હાલમાં સુરતમાંથી સોશિયલ મીડિયા દ્વારા એક યુવકને બીજા યુવકો સાથે મિત્રતા કરવી ભારે પડી કારણ કે વિદ્યાર્થીને અજાણ્યા વ્યક્તિઓએ ગ્રીન્ડર એપમાં ચેટ કરી મળવા બોલાવ્યો અને પછી એક ખેતરમાં લઈ જઈ તેની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યુ. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
એટલું જ નહીં પણ તેની પાસે પોલીસના નામે 10 હજાર પણ પડાવી લીધા. આ મામલે વિદ્યાર્થીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાનીવેડ વિસ્તારમાં રહેતો M.Comના વિદ્યાર્થીની સોશિયલ મીડિયા એપ્લિકેશન ગ્રીન્ડર પર થોડા સમય પહેલા તબરીશ સાથે મિત્રતા થઈ અને તે પછી બંનેએ વાતચીત કરી.
આ પછી શક્તિનો ફોટો મંગાવી તે લોકોએ વિદ્યાર્થીને 2 ઓક્ટોબરે મળવા બોલાવ્યો અને આ દરમિયાન આરોપી અને તેના બે મિત્રો વિદ્યાર્થીને વરિયાવના રેલવે ફાટક અને કેનાલ ઓળંગીને એક ખેતરમાં લઈ ગયા, જ્યાં આ યુવકે વિદ્યાર્થીને ગંદુ કામ કરવા કહ્યુ પણ તેણે ના પાડી તો બીજા ત્રણ યુવકોએ આવી તેનો મોબાઈલ આંચક્યો અને પોલીસ તરીકેની ઓળખ આપી માર માર્યો.
આ ઉપરાંત વિદ્યાર્થીના ફિંગરપ્રિન્ટથી મોબાઈલનું લોક ખોલી તેની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો બનાવ્યો. જે પછી વિદ્યાર્થી પાસેથી 30 હજારની માંગણી કરી. જો કે, તેણે પૈસા ન હોવાનું જણાવ્યું તો તેઓએ મિત્રોને કોલ કરીને વીડિયો ઓનલાઈન ટ્રાન્સફર કરવાની ધમકી આપી.
તે પછી વિદ્યાર્થીએ બીજા મિત્રોને ફોન કરી ઓનલાઈન 10 હજાર મંગાવ્યા અને એક અજાણ્યાના એકાઉન્ટમાં આરોપીઓએ ટ્રાન્સફર કરાવ્યા. ઘટના બાદ ફરી યુવકના અન્ય મિત્રોએ વિદ્યાર્થીને ફોન કરી બીજા 5 હજારની માંગણી કરી. જો કે, વારંવાર ફોન કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા આખરે વિદ્યાર્થીએ તેના પિતરાઈ ભાઈને આ આખી ઘટના જણાવી.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં