સુરતમાં દીકરીએ માતા પિતાની સેવા કરવા માટે આજીવન લગ્ન ના કરવાનો નિર્ણય કર્યો, અને હવે લગ્ન વગર જ આપ્યો જોડિયા બાળકોને જન્મ, કહાની ભાવુક કરી દેશે

પોતાના માતા પિતાની સેવા કરવી એ દરેક સંતાનોની ફરજ હોય છે, બાળપણથી જેને આપણને મોટા કર્યા, ભણવ્યા ગણાવ્યા અને પગ પર ઉભા કર્યા તેવા માતા પિતાની ઘડપણમાં લાકડી દરેક સંતાનોએ બનવું જોઈએ. ત્યારે આજના સમયમાં ઘણા સંતાનો પોતાના માતા પિતાને નોધારા મૂકી દેતા હોય છે કે પછી વૃદ્ધાશ્રમમાં પણ મૂકી આવતા હોય છે. પરંતુ સુરતમાં એક દીકરી એવી છે જેને માતા પિતાની સેવા કરવા માટે આજીવન લગ્ન ના કરવાનો નિર્ણય લઇ લીધો.

સુરતના પ્રતિષ્ઠિત એવા દેસાઈ પરિવારમાં બે દીકરીઓ હતી, જેમાંથી એક દીકરી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરીને વિદેશમાં સ્થાયી થઇ ગઈ જયારે બીજી દીકરી ડિમ્પલ દેસાઈએ એન્જીન્યરીંગ કરી અને નોકરી કરવા લાગી. બંને દીકરીઓ માટે યોગ્ય મુરતિયાની પણ શોધ કરવામાં આવી પરંતુ કોઈ અનુકૂળ ના આવ્યું. જેના બાદ ડિમ્પલે નક્કી કર્યું કે તે લગ્ન કર્યા વગર જ તેના માતા પિતાની સેવા કરશે.

પરંતુ તેના માતા પિતાની પણ ઈચ્છા હતી કે પરિવારનો વંશ વેલો આગળ વધે, જેના માટે પણ ડિમ્પલે ટેક્નોલોજીની મદદ લીધી અને IVF પ્રક્રિયા દ્વારા તેને બે જોડિયા બાળકોને જન્મ આપ્યો. બાળકોના જન્મ બાદ જ પરિવારમાં પણ ખુશહાલી વ્યાપી ગઈ અને સમાજમાં ડિમ્પલ સિંગલ મધર તરીકે ઓળખાવવા લાગી. ડિમ્પલ અને તેનો પરિવાર સુરતના ભટાર વિસ્તારમાં રહે છે. ડિમ્પલની ઉંમર હાલ 40 વર્ષની છે.

દેસાઈ પરિવાર સુખી સંપન્ન પરિવાર છે, પરંતુ દીકરીઓના લગ્ન માટે તેમને કોઈ યોગ્ય વ્યક્તિ મળ્યું નહોતું, અને પરિવારનો વંશ વેલો આગળ વધારવાની માતા પિતાની ઈચ્છાને સન્માન આપવા માટે ડિમ્પલે IVF દ્વારા જ માતા બનવાનું નક્કી કર્યું. તેના પરિવારે પણ તેના આ નિર્ણયમાં સહમતી દર્શાવી હતી. જેના બાદ ડિમ્પલે પરિવારના પરિચિત એવા ડોક્ટર રાજીવ પ્રધાનનો સમ્પર્ક કર્યો. ડોક્ટર રાજીવ અને તેમની પત્નીના માર્ગદર્શન હેઠળ 9 મહિનાની કઠિન પરીક્ષા બાદ ડિમ્પલે બે જોડિયા બાળકોને જન્મ આપીને સમાજને સિંગલ મધર તરીકેનું એક મોટું ઉદાહરણ પણ પૂરું પાડ્યું.

Niraj Patel