ખબર

કોરોનાના કેસોમાં રાફટો ફાટતાં સ્કૂલમાં લેવાઈ ગયો આ નિર્ણય, વાલીઓ જલ્દી વાંચે

કોરોનાના કોસોનો રાફટો ફાટતાં સ્કૂલમાં લેવાઈ ગયો આ નિર્ણય, વાલીઓ જલ્દી વાંચે

કોરોના સંક્ર્મણમાં થોડા સમય પહેલા મળેલી રાહત જાણે હવે ચિંતામાં બદલાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં પાછો ઉછાળ આવ્યો છે જેને લઈને હવે તંત્ર પણ સજાગ બન્યું છે અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ત્યારે આ દરમિયાન ડાયમંડ નગરી સુરતની અંદર પણ અમદાવાદ કરતા કોરોના વધુ વકર્યો છે. જેના મોટાભાગનો શિકાર વિદ્યાર્થીઓ બની રહ્યા છે, જેને લઈને હવે તમામ શાળા, કૉલેજ અને ટ્યુશન ક્લાસ 7 દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય લઈને વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે.

સુરતમાં અત્યાર સુધીમાં કુલ 192 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે, જેના બાદ તંત્ર પણ જાગૃત થતા શાળાઓમાં ટેસ્ટિંગ ફરજીયાત કરવામાં આવ્યું હતું અને બેદકારી દાખવતી શાળાઓ ઉપર પણ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

માત્ર સુરત શહેરમાં જ કોરોનાના 1500 જેટલા એક્ટિવ કેસ છે. સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્ર્મણને જોતા મનપા દ્વારા કેટલાક કડક નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. જેના કારણે ફરવા લાયક સ્થળો ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સુરત મહાનગર પાલિકાના કમિશ્નરે ઓડિયો મેસેજ દ્વારા જાહેર કરીને જનતાને અપીલ કરી છે કે શહેરમાં કોરોનાની સ્થિતિ વક્રી રહી હોવાના કારણે બહારથી આવતા લોકો ક્વોરેન્ટાઇન રહે. સુરતમાં ગઈકાલે કોરોનાના નવા 292 કેસ નોંધાયા હતા. જેમાં સ્કૂલોમાં જ 39 કેસ નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા પણ વકરી રહેલા કોરોનાને નાથવા માટે ચાર મહાનગરો સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં 31 માર્ચ સુધી રાત્રી કરફ્યુ રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે.