ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સ્પા અને બ્યુટીપાર્લરની આડમાં ચાલતા કુટણખાનાના પર્દાફાશ થતા હોય છે, જેમાંથી પોલીસ રૂપલલનાઓ સાથે ગ્રાહકો અને સ્પા અને પાર્લરના સંચાલકોની ધરપકડ કરતા હોય છે. આવા ગોરખધંધામાં સુરત અગ્રેસર જોવા મળ્યું છે, સુરતમાં અવાર નવાર આવા કુટણખાનાનો પર્દાફાશ થતો હોય છે, ત્યારે હાલમાં વધુ ત્રણ જગ્યાઓએ દરોડા પાડી અને સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે બાતમીના આધારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા રોયલ આર્કેડમાં ધમધમતા ત્રણ સ્પામાં દરોડા પાડ્યા હતા. જેમાંથી ચાર ગ્રાહકો અને એક કર્મચારી સહીત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અહીંયા ત્રણ અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા હતા જેમાં સ્પા અને મસાજ સેન્ટરની આડમાં ગોરખ ધંધા ચાલતા હોવાનું સામે આવ્યું હતું.
આ બાબતે મળી રહેતી વધુ માહિતી અનુસાર રોયલ આર્કેડના પહેલા માળે આવેલા દુકાન નંબર 105 સિલ્વર સ્પા/મસાજ પાર્લર તથા દુકાન નંબર 145 જે દુકાનનું કોઈ નામ હતું તેમાં અને દુકાન નંબર 146 જે ખુશી સ્પા/મસાજ પાર્લર તરીકે કાર્યરત હતી તેમાં દરોડા પાડી અને આ કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો.
પોલીસની છાપામારી સમયે દુકાન નંબર 105ના માલિક રાહુલભાઈ ફરાર થઇ ગયા હતા, જેના બાદ તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, આ દુકાનમાંથી એક ગ્રાહક મેહુલભાઈ ચંગાણી અને બે રૂપલલનાઓ મળી આવી હતી, આ ઉપરાંત દુકાન નંબર 145માંથી સંચાલક ગીતાબેન ગોદાણી સાથે એક લલના અને ત્રણ ગ્રાહકો જગદીશ મણીયા, રણવીર બોધેલ અને સંજય ગજેરાને ઝડપી પાડવામાં આવ્યા હતા.
તો આ દરોડા દરમિયાન દુકાન નંબર 146માં સપના સંચાલક સપનાબેન સમેત બે લલનાઓ અને સ્પામાં કામ કરી રહેલા સંકેત કોશિયાને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે અહિયાંથી 5 મહિલાઓને પુછપરછ માટે સરથાણા પોલીસને સોંપવાની તજવીજ પણ હાથ ધરી છે.. આ સાથે જ રોકડ રૂપિયા અને 6 મોબાઈલ ફોન સાથે 48 હજારનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.