ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ કે યુવતિઓ સહિત સગીરાઓ અને નાની બાળકીઓ પર પણ દુષ્કર્મના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર આવા કેસમાં પીડિતાની હત્યા પણ કરવામાં આવતી હોય છે. ત્યારે ગત 25મી ફેબ્રુઆરીએ સુરત સેશન્સ કોર્ટ દ્વારા એક નરાધમ કે જેણે બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી હતી તેને ફાંસીની સજા ફટકારાઇ અને આ ઘટનાને ત્રણ દિવસ થયા,
ત્યાં 28 ફેબ્રુઆરીએ સુરતમાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની વધુ એક ઘટના સામે આવી. પ્રાપ્ત માહિતી અનુસાર દુષ્કર્મ અને હત્યાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો અને તેના વિરૂદ્ધ અલગ અલગ કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો. સુરતના સચિનના કપલેથા ગામમાં રહેતી 2 વર્ષની બાળકી સાથે એ જ ગામમાં પાડોશમાં રહેતા બીજા ધર્મના 23 વર્ષીય યુવક ઈસ્માઈલે દુષ્કર્મ આચર્યુ હતુ અને તે બાદ તેની હત્યા કરી દીધી હતી.

આરોપી ઈસ્માઈલ યુસુફ બાળકીના ઘરે આવતો જતો રહેતો હતો અને આ દરમિયાન જ્યારે સોમવારે સાંજે તે બાળકીને રમાડવા લઈ ગયો ત્યારે તે મોડે સુધી પરત ન ફર્યો અને તેને લઇને પરિવારે શોધખોળ હાથ ધરી. ત્યારે આ સમયે ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી બે વર્ષની બાળકીની લાશ મળી આવી. પરિવારે આ ઘટનાની જાણ કરતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીને પણ ઝડપી પાડ્યો.

બાળકીની લાશ મળી આવતા પોલીસે માતા-પિતાની પૂછપરછ કરી અને ત્યારે તેમણે જણાવ્યું કે બાળકીને પાડોશમાં રહેતો ઈસ્માઈલ ઉર્ફે યુસુફ રમાડવા લઈ ગયો હતો અને તે પરત ના લાવતા પોલીસે યુસુફને શોધવા પ્રયાસ કર્યો પણ તે ન મળ્યો. તેને શોધવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી અને નરાધમ યુસુફને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો.