સુરતમાં કેરટેકર એટલે કે આયાએ 8 મહિનાના બાળક સાથે જે કર્યુ તે માન્યામાં નહિ આવે, માં-બાપ પણ ડરી ગયા

સુરતમાં આ આયા તો મોટી હેવાન નીકળી…મગજ ગરમ થતા જ 8 મહિનાના બાળકને ઉલાળ્યો અને છેલ્લે બાળકની એવી હાલત થઇ કે જાણીને હાજા ગગડી જશે

આજ કાલ ઘણા લોકો પોતાના બાળકને કોઇ કેરટેકરના હવાલે મૂકી અને નોકરી ધંધા પર જતા હોય છે. પરંતુ આવું ઘણીવાર ખતરનાક પણ સાબિત થઇ શકે છે. હાલ આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરતના રાંદેરથી હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જેમાં એક માસૂમ 8 માસના બાળક સાથે એક કેરેટકરે જે કર્યુ તે સાંભળી તમે પણ હચમચી જશો. ઘટના જઇએ તો, રાંદેર પાલનપુર પાટિયા હિમગિરિ સોસાયટીમાં શિક્ષકના 8 માસના બે ટ્વિન્સ બાળકોને સાચવવા કેરટેકર રાખી હતી અને તેણે વ્યક્તિગત ગુસ્સો એક માસૂમ બાળક પર કાઢ્યો હતો. તેણે 5 મિનિટ સુધી એક બાળકને પલંગ પર 4થી 5 વાર પછાડ્યો.

આ ઉપરાંત તેના કાન પણ મચેડ્યા અને તેને પાટ પર ફેંકીને માર માર્યો, જેને કારણે બાળક બેભાન થઈ ગયું જે બાદ કેરટેકરે બાળકનાં માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેન હેમરેજ થયાનું સામે આવ્યુ હતું. જોકે હાલ બાળક હોસ્પિટલમાં દાખલ છે. ઉલ્લેખનીય છે કે, ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. કેરટેકર મહિલાએ બાળક પર જે અત્યાચાર કર્યો તે કેમેરામાં કેદ થઇ ગયો હતો.

આ બાબતે બાળકના પિતાએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. હાલ તો આ ફરિયાદને આધારે કેરટેકર મહિલા કોમલ ચાંદલેકર પર હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોમલને છેલ્લા ત્રણેક મહીનાથી કામ પર રાખવામાં આવી હતી, તેનો પગાર ત્રણ હજાર હતો. આરોપીનો પતિ સ્કૂલમાં નોકરી કરે છે. આ બાળકના માતા આઇટીઆઇમાં ઇન્સ્ટ્રચર છે અને પિતા શિક્ષક છે.

આ બાબતે પોલિસના જણાવ્યા અનુસાર, કોમલને કોઇ બાળક નથી અને તેને ઘરનું ટેન્શન ઘણુ હતુ. આ ગુસ્સો તેણે બાળક પર ઠાલવ્યો અને બાળકને પલંગમાં પછાડી અને કાન મચેડી હવામાં ઉઠાળ્યુ હતુ. માતા-પિતા નોકરી પર ગયા બાદ બાળકો ઘણા રડતા હતા તેવું સ્થાનિક લોકોએ વાલીઓને વાત કરી અને આને કારણે તેઓએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. સીસીટીવી કેમેરા તપાસતા આ આખો મામલો બહાર આવ્યો અને કોમલ પર હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો.

Shah Jina