સુરત : લૂંટ કેસમાં ફરિયાદી જ નીકળ્યો આરોપી- આ માટે આપ્યો હતો લૂંટની ઘટનાને અંજામ

એવું એવું અફલાતૂન કાવતરું રચ્યું  કે હોંશ ઉડી જશે, ગજબ હો બાકી…

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી ઘણીવાર લૂંટની ઘટનાઓ સામે આવે છે. ત્યારે હાલમાં જ સુરતના વરાછામાંથી બોમ્બે માર્કેટ નજીક મોડી રાત્રે લૂંટ થઇ હતી અને આ મામલે વરાછા પોલીસે ઉલટતપાસ કરતા ફરિયાદી જ આરોપી નીકળ્યો હોવાનું સામે આવ્યુ છે. હાલ તો આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વરાછામાં આવેલ બોમ્બે માર્કેટ નજીક આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 4 લાખ રૂપિયાની લૂંટ થઈ હતી.

ચણીયાચોળીના વેપારીના કર્મચારીને ચપ્પુની અણીએ લૂંટી લેવાયો હતો. જે બાદ વરાછા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન કર્મચારીએ જણાવ્યુ કે, તે બોમ્બે માર્કેટ ગેટ નંબર 4 પાસે પહોંચ્યો ત્યારે મોટર સાયકલ પર બે અજાણ્યા ઈસમો આવ્યા અને ચપ્પુ બતાવી તેની એકટીવાને લાત મારી અને પછી લૂંટ કરી ભાગી ગયા.

જોકે, આ મામલે પોલીસે ઉલટતપાસ કરી તો ફરિયાદી જ આરોપી નીકળ્યો. પોલીસે સીસીટીવી ચેક કરતા શંકા ગઇ અને તેથી તેમણે ઉલટતપાસ કરી. આરોપી થાનારામ ડાયારામ લુક્કડની પૂછપરછ કરતા તેને જણાવ્યું કે, વતનમાં દેવું થઈ ગયું હોવાથી મિત્ર રવિ પરમારને ફોન કરી સુરત સ્ટેશન બોલાવી મોબાઈલ બંધ કરી ફોન અને રોકડા રૂપિયા 4 લાખ આપી લૂંટની ઘટનાનું કાવતરું રચ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી 4 લાખ રૂપિયા રિકવર કરી લીધા છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina