સુરતમાં રત્ન કલાકારનો આપઘાત, ત્રણ બાળકોને ગુમાવી પિતાની છત્રછાયા- કારણ જાણી હચમચી જશો

સુરતમાં રત્ન કલાકારનો આપઘાત, આર્થિક ભીંસ અનુભવતા ઝેરી દવા પી લીધી, પરિવાર નિરાધાર

ગુજરાતમાંથી ઘણા આપઘાતના મામલા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ, ઘરકંકાસ સહિત આર્થિક તંગી અને અન્ય કેટલાક કારણો હોય છે. ત્યારે વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો. જેમાં સુરતના પુણા ગામ વિસ્તારમાં એક રત્નકલાકારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો. આર્થિક સંકડામણને કારણે રત્ન કલાકારે ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યુ. ત્યારે હવે રત્નકલાકારની આત્મહત્યા બાદ તેમના ત્રણ સંતાનોએ નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગૂમાવી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરતના પુણાગામ મુક્તિધામ સોસાયટીમાં રહેતા વિપુલભાઈ જીંજાળાએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ જ પુણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. જણાવી દઇએ કે, આ ઘટના જાન્યુઆરી 2023ની છે. મૂળ ભાવનગરના વતની અને સુરતના પુણા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય વિપુલ જીંજાળાના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે, તેઓ હીરાની કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

ત્યારે 18 જાન્યુઆરીના રોજ વિપુલભાઈ દ્વારા ઝેરી દવા પી મોચને વહાલુ કરી લેવામાં આવતા ચકચાર મચી ગઇ. મૃતક છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસ અનુભવતા હતા અને તેના કારણે જ તેમણે કંટાળી ઝેરી દવા ગટગટાવી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકના નાનાભાઈ અનુસાર, વિપુલભાઇ છેલ્લા 17 વર્ષથી હીરા કંપનીમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા પણ છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણ અનુભવતા અને તેમને કંપનીમાંથી પણ મળતો પગાર પૂરતો પડતો નહોતો.

ત્યારે પગારની આવક કરતા મોંઘવારીમાં ઘરની જરૂરિયાત મુજબના ખર્ચા ખૂબ જ વધી જતા તેઓ શાકભાજી, કરિયાણું અને ત્રણ બાળકો પાછળ જે ખર્ચ થતો તે પહોંચી વળતા નહિ અને તેને લઇને જ તેમણે આવું પગલુ ભર્યુ. આપઘાત પહેલા તેમણે તેમના ભાઇને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તું મારા બૈરી છોકરાને સાચવજે. હવે મારી પાસે કોઈ રસ્તો નથી. મારાથી નથી પહોંચી વળાતું.

Shah Jina