સુરતમાં હીરાનું કારખાનું ચલાવતા રત્ન કલાકારનો આપઘાત, ઝેરી દવા ગટગટાવી મોતને કર્યુ વ્હાલુ- જુઓ તસવીરો

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતમાંથી આત્મહત્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક રત્નકલાકારે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. કામરેજનાં કઠોદરા ગામે 30 વર્ષનાં રોહિત જાગણી નામનાં રત્નકલાકારે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. મૃતક હીરા ઘસવાનું કામ કરતો હતો.

તેણે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારજનો તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા, જો કે, સારવાર દરમ્યાન તેનું મોત થતા પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી હતી. ત્યારે જુવાન દીકરાના આપઘાત બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે કોઇ સુસાઇડ નોટ ન મળતા રત્ન કલાકારના આપઘાતનું કારણ અકબંધ છ.

Shah Jina