વધુ એક નબીરો ! બેફામ ગતિએ BRTS રૂટમાં કાર હંકારી બીજાના જીવને મૂક્યા જોખમમાં- વીડિયો જોઇ થોડી ક્ષણ માટે તો બૂમ પાડી દેશો

Surat Rash Driving : અમદાવાદમાં હાલમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ અને તેનો આરોપી તથ્ય પટેલ ઘણો ચર્ચામાં છે. ત્યારે હાલમાં જ સુરતમાંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવક સુરતના રસ્તા પર બેફામ ગાડી ચલાવતો જોવા મળે છે. સુરતના પુના સીમાડા BRTS રૂટ પર આ યુવક બેફામ ગતિએ પોતાની મસ્તીમાં ગાડી ચલાવી બીજાના જીવ જોખમમાં મૂકતા દ્રશ્યો જોવા મળી રહ્યો છે.

ત્યારે હવે આ વીડિયો વાયરલ થયા બાદ સુરતના આ નબીરા સામે પોલીસ શું કાર્યવાહી કરશે તે જોવાનુંં રહ્યુ ? વાયરલ વીડિયોમાં સુરતનો આ યુવક પોતાની મસ્તીમાં બેફામ રીતે ગાડી ચલાવતો અને મસ્તી કરતો દેખાય છે. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યુ છે કે તે પોતાની મસ્તીમાં એવી રીતે બેફામ ગાડી ચલાવે છે કે તે એક વિદ્યાર્થીના જીવને જોખમમાં મૂકતો પણ જોઇ શકાય છે.

આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે હવે આ યુવકની શોધ શરૂ કરી છે અને પોતાની મસ્તીમાં ગાડી ચલાવી લોકોનાં જીવ જોખમમાં મૂકતા આ યુવકને યોગ્ય બોધપાઠ મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina