આ ભાઈને થપ્પડ પડતા જ બહાદુર વકીલ મેહુલ બોઘરા મદદે આવ્યા, કહ્યું કે મર્દાનગી બતાવવાનો શોખ હોય તો
ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા મામલા સામે આવે છે કે પોલિસ પર અનેક સવાલો ઊભા થાય છે અને હાલમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક ચલણ બાબતે વાહન ચાલક સાથે મારામારીનો છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો પ્રખ્યાત એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા શેર કરાયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે પોલિસકર્મી એક વ્યક્તિને સટાસટ લાફા ઝીંકી રહ્યો છે.
વીડિયો શેર કરતા મેહુલ બોઘરાએ લખ્યુ કે- આ છે અમારા સુરત રેલવે પોલીસ સ્ટેશનના ઝાબાજ સિંઘમ પોલીસ કર્મચારીઓ જેણે કોઈ આતંકવાદી નથી પકડ્યો, પણ માત્ર ટ્રાફિક ચલણ બાબતે વાહન ચાલક સાથે મારામારી કરી રહ્યા છે. જનતા સાથે આવી કોઈ ઘટના થાય તો પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ આઈપીસી ની ધારા 294b, 323, 166A, 330 મુજબ ગુનો બને છે.તારીખ 05 ઓગસ્ટ 2023 શનિવારના રોજ રેલ્વે સ્ટેશન, સુરત ખાતે માત્ર ટ્રાફિક ચલણ બાબતે વાહન ચાલકને ખોટી રીતે રોકવામાં આવ્યો, જે બાબતે વાહન ચાલકે પોતે કોઈ નિયમનો ભંગ કર્યો નથી તેવું જણાવી અને ખોટી ગેરકાયદેસર કાર્યવાહી કરતાં પોલીસ કર્મચારીઓનો વીડિયો બનાવતા,
પોલીસે પોતાનો અહમ સંતોષવા માટે “પોલીસનો વીડિયો ઉતારે છે” એવું કહી વાહન ચાલક સાથે મારામારી કરી, અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કન્ફેશન લખાવડાવ્યું. આ બાબતે વાહન ચાલક સાથે વાતચીત કરી અને ફરિયાદ માટે ઓફિસે આવવા જણાવેલ. આગળ મેહુલ મોઘરા જણાવે છે કે મને ક્યારેક એ નથી સમજાતું કે આપણી રક્ષા માટે ખાખી પહેરતા આ અમુક અહમી પોલીસ કર્મચારીઓ રક્ષા કરવાને બદલે નાની-નાની ટ્રાફિક ચલણ, મોબાઇલ રેકોર્ડિંગ જેવી બાબતોમાં વાહન ચાલકો સાથે મારામારી પર કેમ ઉતરી જાય છે અને ઈમાનદારીથી પોતાની નોકરી જ કરવી છે ખોટું કંઈ કરવું નથી તો મોબાઈલ રેકોર્ડિંગથી એટલો ડર કેમ લાગે છે?
જો એટલી જ ખાખીની ખુમારી બતાવવાનો મર્દાનગી બતાવવાનો શોખ હોય તો આ એટલો દારૂ આવે છે ગુજરાતમાં તો આ બુટલેગરો સામે કે જે ખૂંખાર ગુનાના અપરાધીઓ છે એમની સામે આવી મર્દાનગી થઈ શકે છે ખરી? આ કેપ્શન સાથે મેહુલ બોઘરાએ હર્ષ સંઘવી, ગુજરાત પોલિસ અને સુરત પોલિસને ટેગ પણ કર્યા છે. વધુમાં મેહુલ બોઘરાએ લખ્યુ કે- ઓન ડ્યુટી પોલીસ કર્મચારીનું રેકોર્ડિંગ કરવું એ કોઈપણ સંજોગોમાં ગુનો નથી;
જાહેર જનતા સાથે જ્યારે પણ આવી કોઈ ઘટના બને જેમાં પોલીસ કર્મચારી દ્વારા ચોંકી પોલીસ સ્ટેશન માં લઈ જઈ, મારામારી કરી, ધાક ધમકી આપી અને કન્ફેશન લખાવવામાં આવે તો એ આઈપીસી ની ધારા 294b, 323, 166A, 330 મુજબ ગુનો બને છે. જેમાં પોલીસ સ્ટેશનમાં જો FIR ના નોંધવામાં આવે તો સીધી નામદાર કોર્ટમાં સીઆરપીસી ની કલમ 156(3) મુજબ ફરિયાદ કરી શકાય.