ખબર

સુરતમાં સ્પાની આડમાં કાળા કામ ચાલતા હતા…વેશ્યા સાથે મોજ કરી રહ્યો હતો યુવક અને અચાનક જ આવી ગઇ પોલિસ

સ્પામાં થાઇલેન્ડ બ્યુટીફૂલ રૂપલલના સાથે માણી રહ્યો હતો યુવક, અચાનક જ થઇ પોલીસની એન્ટ્રી અને

રાજયમાં ઘણીવાર સ્પાની આડમાં ચાલતા ગોરખ ધંધા મળી આવતા હોય છે. પોલિસ બાતમીને આધારે રેડ પણ પાડતી હોય છે, ત્યારે આજે ફરી એકવાર સુરતમાં બાતમીને આધારે પોલિસે રેડ પાડતા થાઇલેન્ડની 6 યુવતિઓ, એક ગ્રાહક અને સ્પાનો માલિક મળી આવ્યો હતો. પોલિસ દ્વારા 6 યુવતિઓ સહિત સ્પાના મેનેજર અને ગ્રાહકની ધરપકડ કરવામાં આવી હતી.

તપાસમાં એ સામે આવ્યુ હતુ  કે, થાઇલેન્ડની યુવતિઓને સુરત લાવી દેહવેપાર કરાવવામાં આવતો હતો. પોલિસે ધરપકડ કરવાની સાથે સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ઉમરા વિસ્તારના પિપલોદ ખાતે વિમલ હબ કોમ્પેલેક્સમાં ધ ટાઇમ નામના સ્પામાં ગોરખધંધા ચાલતા હતા.

આ અંગે સુરત ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે વિમલ હબમાં ચાલતા ધ ટાઇમ નામના સ્પામાં દેહવેપાર ચાલે છે અને સ્પાની આડમાં વિદેશી યુવતિઓને લાવી ગ્રાહક પાસેથી પૈસા લઇ તેમને મોજ કરાવવામાં આવે છે. પોલિસે આ બાતમીને આધારે રેડ પાડી હતી અને થાઇલેન્ડની 6 યુવતિઓ સાથે સાથે એક ગ્રાહક અને એક માલિકને ઝડપ્યો હતો.