સુરતના યુવાને ડોનના વીડિયોને મુક્યો વોટ્સએપના સ્ટેટસમાં, પછી બન્યું એવું કે દુનિયાને કહી દીધું અલવિદા

હાલ અનેક જગ્યાએથી આતમહત્યાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, કોઇ પ્રેમના કારણે આત્મહત્યા કરે છે, તો કોઇ માતા-પિતા સાથે અણબનાવને કારણે આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક દીકરાને પિતાએ ઠપકો આપવાને કારણે આત્મહત્યા કરી લીધી.

આ કિસ્સો સુરતના અમરોલીમાંથી સામે આવ્યો છે. પુત્રએ પિતાના ઠપકાથી ખોટુ લગાડી ગળેફાંસો ખાઇ લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. દીકરાએ અમરોલીના ડોન લાલુ જાલિમનો “યુપી કા ડોન” નો વીડિયો વોટ્સએપ સ્ટેટસ પર મુક્યો હતો. યુવક ડેનિલ પટેલ વિજય ડેરીમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

પિતાએ દીકરાને માથાભારે અને તડીપાર બદમાશોથી દુર રહેવાની સલાહ આપી હતી અને દીકરાએ પિતાની વાતનું ખોટુ લગાવ્યુ હતુ અને તેણે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી. જો કે, અડાજણ પોલીસ મૃતક યુવકનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતલ ડેનિલ સંજયભાઇ પટેલ અડાજણ-પાલના મોટી ફળિયામાં રહેતો હતો. યુવક માતા-પિતા અને બહેનનો લાડલો હતો. તેની ઉંમર 19 વર્ષની હતી અને તે ખ્યાતનામ વિજય ડેરીમાં કામ કરતો હતો અને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ડેનિલે રવિવારે સાંજે પોતાના જ ઘરના બીજા માળે રૂમમાં ફાંસો ખાઇ લીઘો હતો.જો કે, તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

Shah Jina