કપલ બોક્સમાં રંગરેલિયા મનાવવા જતી ગુજરાતી યુવતી, યુવકો સાવધાન થઇ જજો, આવી ગઈ મોટી અપડેટ

ગુજરાતમાંથી કેટલીકવાર કપલ બોક્સમાં ગંદા કામ થતા હોવાની ખબર સામે આવે છે. કેટલીકવાર આવા કપલ બોક્સ પર પોલિસ કાર્યવાહી પણ કરતી હોય છે. ત્યારે હાલમાં સુરત પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે અને તેમાં કપલ બોક્સ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોફીશોપ, રેસ્ટોરેન્ટમાં કપલ બોક્સ પર પ્રતિબંધ ફરમાવાયો છે. જાહેરનામાનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ કમિશ્નરે કપલ બોક્સ પર પ્રતિબંધ ફરમાવતો જાહેરનામુ બહાર પાડ્યું છે.

જાહેરનામામાં એવો ઉલ્લેખ કરાયો છે કે સ્પષ્ટ રીતે દેખાય તેવી વ્યવસ્થા રાખવી અને સાથે CCTV કેમેરા પણ લગાવવાનો સ્પષ્ટ નિર્દેશ કરાયો છે. જાહેનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી હાથ ધરાશે. સુરતના કેટલાક વિસ્તારોમાં કપલ બોક્સ સાથેના કોફી શોપ, હોટલ અને કાફે રેસ્ટોરન્ટો ચાલી રહ્યા છે અને જેમાં કેટલીક ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા કપલ બોક્સ રાખવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

આવી જગ્યાએ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાને લઇને તેમજ અશ્લીલ કૃત્યો, નશીલા કેફી દ્રવ્યોનું સેવન થતું હોવાને લઇને આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ધમધમતા કપલ બોક્સ પોલીસ માટે મોટો પડકાર હતો અને ઘણી જગ્યાએ કોફી કાફેનું બોર્ડ મારી અંદર કપલ બોક્સ ચલાવવામાં આવતું અને કલાકોના કલાકો સુધી યુવક યુવતીઓ પૈસા આપી તેનો ગોરખધંધા માટે ઉપયોગ કરતાં. ત્યારે એવું પણ સામે આવ્યુ કે, આ કપલબોક્સમાં સોફા, ગાદલા અને તકિયા તેમજ ફેનની વ્યવસ્થા આપવામાં આવતી,

તેમજ સુવિધા અનુસાર 1 કલાકનું 150 થી 600 રૂપિયા પણ ભાડું વસૂલવામાં આવતું. જો કે, ઘણીવાર પોલીસે રેડ કરી આવા કપલ બોક્સને શીલ પણ કર્યા પણ સ્થાનિકો આ કપલ બોક્સથી પરેશાન હતા અને તેઓ આક્ષેપ પણ કરી રહ્યા હતા કે પોલીસ કોઈ એક્શન લેતી નથી. જો કે, હવે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે અને તેનો ભંગ કરનાર સામે પોલિસ કાર્યવાહી પણ કરશે તેવું પણ જણાવાયુ છે.

Shah Jina