જાણો એવું તો શું થયું કે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા વસુલવામાં આવેલો 5000 રુપિયાનો દંડ પરત કરવો પડ્યો

0

સોમવારથી ગુજરાતમાં આ ટ્રાફિકના નિયમો લાગુ પડયા છે ત્યારે સોમવારે જ સુરત ટ્રાફિક પોલીસે એક ટેમ્પો ચાલક પર 5000 રુપિયાનો દંડ ફટકાર્યો હતો. જે મેમોની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ હતી.

સુરત ટ્રાફિક પોલીસે એક ટેમ્પો ચાલક પાસે ફિટનેસ સર્ટિફિકેટ ન હોવાના કારણે 5000 રુપિયાનો દંડ ફટકાર્યો હતો, જે હવે પરત કરવા પડયા છે અને મેમો રદ કરવો પડ્યો છે. મેમો રદ કરવા પાછળનું કારણ એ છે ફિટનેસ સર્ટિફિકેટ ન હોય તો આ અંગેની કાર્યવાહી માત્ર RTO જ કરી શકે છે.

Image Source

સુરતના ટેક્સટાઈલ માર્કેટમાંથી ફિટનેસ સર્ટિફિકેટ ન હવાને કારણે આઈસર-ટ્રકને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરતના રિંગરોડ પર આવેલા એક માર્કેટમાંથી કાપડનો જથ્થો ભરીને ડિલિવરી કરવા માટે નીકળેલા આઇસર ટ્રકને સહારા દરવાજા પાસે ટ્રાફિક પોલીસે રોક્યા. ત્યારે ટ્રકના ચાલક ગોવિંદભાઇ પટેલ પાસેથી બધા જ ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા, પણ ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ ન હતું, જેથી તેમના પર 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. આ દંડની રકમ ટ્રકના ચાલક ગોવિંદભાઈએ સ્થળ પર જ ભરી દીધી હતી.

Image Source

આ મેમો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જ્યારે બાદ આ ભૂલ પર ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન જતા તેમને ટ્રાફિક પોલીસની ભૂલ સુધારીને ટેમ્પો ચાલક ગોવિંદભાઈને દંડ પરત કરવા માટે બોલાવ્યા હતા. ત્યારે હવે ટ્રાફિક પોલીસને કયા નિયમો હેઠળ દંડ વસૂલી શકાય એ વિશે ભાન નથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે.

જે ફિટનેસ સટફિકેટ બાબતે ટ્રાફિક પોલીસે ગોવિંદભાઈને 5000 રુપિયાનો દંડ ફટકાર્યો હતો તે ચકાસવાની જવાબદારી માત્ર RTO પાસે જ છે. જેથી તેમને દંડના પૈસા પરત કરીને ટેમ્પોનું ફિટનેસ સર્ટિફિકેટ ન હોવાથી પોલીસે આરટીઓ મેમો અથવા કોર્ટ મેમો આપવાનું નક્કી કર્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here