સુરતમાં આ સીધી સાદી અને ભોળી દેખાતી યુવતીની કરતૂત વિશે જાણીને ચોંકી જશો, કાઠિયાવાડી વિસ્તારમાં આ યુવતીએ કર્યો મોટો કાંડ

ફોટોમાં જોવા મળી રહેલી સીધી ભોળી છોકરીની શકલ પર ના જતા, સુરતના કાઠિયાવાડી વિસ્તારમાં આ યુવતીએ કર્યો મોટો કાંડ

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી અવાર નવાર લૂંટેરી દુલ્હનના અનેક કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર લગ્નવાંછુક યુવકોને યુવતિઓ ફસાવી ઘરેણા અને રોકડ સહિત કેટલીક વસ્તુઓ લઇ ફરાર થઇ જવાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે હાલ સુરતની વરાછા પોલિસે એક એવી યુવતિની ધરપકડ કરી છે, જે દેખાવમાં એકદમ ભોળી છે પરંતુ અંદરથી એકદમ શાતિર છે. તે એક યુવકના સંપર્કમાં આવી અને તેની સાથે લગ્ન પણ કર્યા. જો કે, તે છોકરી લગ્ન પછી કેટલાક કલાક બાદ જ યુવક તરફથી જે ઘરેણા અને રોકડા મળ્યા હતા તે લઇને ફરાર થઇ ગઇ.

જો કે, આ યુવકને પોતે છેતરાયો હોવાની જાણ થતા વરાછા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને તે બાદ પોલિસે કાર્યવાહી કરી લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી હતી. આ યુવતિએ આવા કેટલાક ગુના અગાઉ પણ કર્યા છે અને તેણે તેની કબૂલાત પણ કરી હતી. આ યુવતિના અગાઉ ચાર સાગરીતો પણ ઝડપાઇ ચૂક્યા છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, કર્ણાટકના વેપારી અંકિત જૈનને વચેટિયો બનેલા સતિષ પટેલે સુરતની 23 વર્ષિય સ્વાતિ સાથે મુલાકાત કરાવી હતી અને વેપારીને છોકરી ગમ્યા બાદ વાત આગળ પણ વધી હતી.

જો કે, આ છોકરી દેખાવમાં એટલી ભોળી લાગતી હતી કે કોઇ સપનામાં પણ ન વિચારી શકે કે આ છોકરી લાખો રૂપિયા લઇ ફરાર થઇ જશે અને વેપારીને ચુનો લગાવશે. સ્વાતિના ભાઇ હિતેષે લગ્ન પહેલા સતિષ પાસેથી 1.50 લાખ રોકડા, વચેટિયાએ 15 હજાર અને અંકિત એટલે કે પીડિત યુવકના માતાએ વહુ બનનાવી સ્વાતિના માતાએ શુકનમાં કિંમતી ઘરેણા અપ્યા હતા. સ્વાતિની ટોળકીને પીડિત યુવક પાસેથી કુલ 1.96 લાખ રૂપિયા રોકડા અને ઘરેણા સ્વરૂપે મળ્યા હતા. જો કે, ગયા વર્ષે જૂન મહિનામાં લગ્નનું આયોજન તાપી નદી કિનારે આવેલ મંદિરમાં કરવામાં આવ્યુ હતુ.

પ્રતિકાત્મક તસવીર

ત્યાં બંનેના લગ્ન પણ થયા હતા અને ફૂલહાર કર્યા બાદ વચેચિયો, સ્વાતિનો ભાઇ અને બીજા લોકો રવાના થઇ ગયા હતા. લગ્ન બાદ અંકિત તેની પત્ની સ્વાતિને લઇને કારમાં જઇ રહ્યો હતો ત્યારે સ્વાતિએ બાથરૂમ જવાનું બહાનુ કર્યુ અને કારમાંથી ઉતરી તે રફુચક્કર થઇ ગઇ. જે બાદ કર્ણાટકના વેપારીએ લૂંટેરી દુલ્હન સ્વાતિ અને તેની ટોળકીને ઝડપવા માટે વરાછા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગયા વર્ષે બનેલ આ ઘટના અંગે લૂંટેરી દુલ્હનને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે પોલીસને તાજેતરમાં બાતમી મળી કે સ્વાતી સુરતના રેલવે સ્ટેશન પાસે છે. જે બાદ પોલિસે વોચ ગોઠવી લૂંટેરી દુલ્હનને ઝડપી લીધી હતી. સ્વાતિને ઝડપ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને આ દરમિયાન ઘણા મોટા ખુલાસા પણ થયા છે. તપાસમાં લૂંટેરી દુલ્હન મહારાષ્ટ્રના ઔરંગાબાદના માળીવાડાની રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે. સ્વાતિ સામે વર્ષ 2020માં કચ્છના રાપરમાં 1.80 લાખની છેતરપિંડી કરવાનો આરોપ છે. તેણે મુંબઇ અને અમરેલીના યુવકોને પણ છેતર્યા છે. તેણે ઘણા યુવકોને છેતરી પૈસા પડાવ્યા છે. હજુ પણ તપાસ દરમિયાન વધુ ખુલાસા થવાની સંભાવના છે.

Shah Jina