ભાવલીને લેડી ડોન બનવાનો અભરખાં, ફટકા લઈ યુવતી રાત્રે રસ્તા પર ગાડીના કાચ તોડવા લગાઈ, જેવી પોલીસને ખબર પડી તો…

ગુજરાતમાંથી ઘણીવાર જાહેરમાં દાદાગીરી કરતા લોકોની અથવા તો કોઇના પર જાનલેવા હુમલો કરવાની ઘટના સામે આવે છે. છેલ્લા કેટલાક સમયથી તો સુરતમાંથી ઘણી લેડી ડોનના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં જ એક કિસ્સો ફરી સામે આવ્યો, જેમાં સુરતમાં ભાવલી ઉર્ફે ભાવના નામની યુવતીને લેડી ડોન બનવાના અભરખા જાગતા કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી પાઠ ભણાવ્યો છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે હાથમાં લાકડી લઈ લોકોને ધમકાવતી જોવા મળી હતી. આ પહેલીવાર નથી કે ભાવલીની આવી કોઇ હરકત સામે આવી હોય. આ પહેલા પણ તે દમણના ગુનામાં વોન્ટેડ રહી ચૂકી છે.

ભાવલી લેડી ડોન બનવાના અભરખા સાથે ધમાલ કરતી, ત્યારે હવે પોલીસે પાઠ ભણાવી તેના પર કાર્યવાહી કરી છે. ભાવલીને લેડી ડોન બનવુ હતુ અને તેને માટે તેણે લોકોને ડરાવવાનું શરૂ કર્યું. જો કે પોલીસે તેના સપનાને રગદોળી તેને પાઠ ભણાવવા જેલના સળિયા પાછળ ધકેલી દીધી. 24 વર્ષીય ભાવના ઉર્ફે ભાવલી કાપોદ્રામાં જાહેરમાં ધમાલ મચાવતી જોવા મળી હતી અને આ સમયે તે પોતાના ચારથી પાંચ આવારા મિત્રો સાથે હતી. તેના હાથમાં લાકડાના ફટકા અને હથિયારો પણ હતા અને તે આના દ્વારા લોકોમાં ડર ઉભો કરતી હતી.

કાપોદ્રામાં આવેલી નાલંદા સ્કૂલ પાસે આવેલી સોસાયટીમાં ભાવલી અને તેના મિત્રોએ મોટરસાયકલ પર ભારે ધમાલ મચાવી હતી. તે લોકોના હાથમાં લાકડાના ફટકા સાથે અલગ અલગ હથિયારો હતા અને તેઓ મોટરસાયકલ પર નીકળી રાહદારીઓને હેરાન પરેશાન કરતા હતા.  ભાવલી અને તેના સાગરિતોએ રસ્તાની બાજુમાં પાર્ક કરેલી ગાડીના કાચ પણ તોડ્યા હતા. ત્યારે આ ઘટના કેદ થઈ જતા પોલીસે કાર્યવાહી કરી ભાવલી અને તેના સાગરિતોની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ભાવલી અભ્યાસ છોડી કોઈ કામકાજ નથી કરતી અને શહેરમાં આવારાગીરી કરે છે. આ ઉપરાંત લુખ્ખાતત્વો સાથે કે પછી જેઓ કોઈ જ કામ ધંધો નથી કરતા અને અસામાજિક પ્રવૃત્તિ કરી લોકોમાં ભયનો માહોલ પેદા કરે છે તેની સાથે મળી તે પણ આવા જ કામો કરતી. ઉલ્લેખનીય છે કે, ભાવલી સુરતમાં જ નહીં પણ દમણ ખાતે પણ તેના મિત્રો સાથે ગઈ હતી અને ત્યાં પણ ધમાલ મચાવી હતી અને ભાવલી અને તેના મિત્રોએ નાની દમણમાં ધમાલમાં એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે ભાવલી સામે 307 મુજબ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. આ મામલામાં ભાવના વોન્ટેડ છે અને હવે ભાવનાનો કબજો દમણ પોલીસને સોંપવામાં આવશે.

Shah Jina