ખબર

દુઃખદ: વોટ્સએપ પર ‘ સોરી મમ્મી’ લખી સુરતના પાટીદાર યુવકે ટૂંકાવ્યુ જીવન ! ચાર દિવસ પહેલા જ…

સુરતમાં પટેલ યુવકે વોટ્સએપમાં ‘સોરી મમ્મી’ લખી ગળાફાંસો ખાઈ લીધો, હજુ તો 4 પહેલા ખુશખુશાલ….

ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, કેટલીકવાર આર્થિક તંગી તો કેટલીકવાર માનસિક તણાવ કારણ હોય છે. હાલમાં ડાયમંડ નગરી સુરતમાંથી આપઘાતનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક 18 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ. આપઘાત કરતાં પહેલા મૃતક હાર્દિક ઝડફીયાએ તેની માતાને વોટ્સએપ પર સોરી મમ્મી મેસેજ પણ કર્યો હતો. જણાવી દઇએ કે, આ યુવકે ચાર દિવસ પહેલા જ તેનો બર્થ ડે ઉજવ્યો હતો.

Credit: gujarati.abplive

ત્યારે હવે યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ તો આ મામલે ખટોદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. હાર્દિકે કયા કારણોસર આપઘાત કર્યો તેનું હાલ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. ઉલ્લેખનીય છે કે, હાલમાં સુરતમાંથી સારોલીના નેચરવેલી હોમ્સના 10માં માળેથી એક બીએચએમએસના વિદ્યાર્થીએ પણ કૂદીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ હતુ. બે વર્ષ પહેલા અકસ્માતની ઘટનામાં મોટાભાઈનું મોત થયા પછી તે માનસિક તાણ અનુભવતો હતો. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

મૂળ અમરેલીના રાજુલાના આશિષ કળસરિયાએ ભટાર રોડની કોલેજમાં બીએચએમએસમાં એડમિશન લીધું હતુ અને લોજે અને હોસ્ટેલની વ્યવસ્થા થાય તે માટે છેલ્લા પાંચેક દિવસથી આશિષ સારોલી ખાતે નેચરવેલી હોમ્સમાં સંબંધીના ઘરે રોકાયો હતો. ત્યારે તેણે બે દિવસ પહેલા જ 10મા માળેથી ઝંપલાવી મોતને વહાલું કરી લીધું. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ગઇકાલના રોજ રાજકોટમાંથી એક જ દિવસે બે યુવકોના હાર્ટ એટેકથી મોત થયાના સમાચાર સામે આવ્યા હતા.

શહેરની બે અલગ-અલગ ઘટનામાં એક યુવકનું ક્રિકેટ અને બીજીનું ફૂટબોલ રમતાં હાર્ટ એટેકના કારણે મોત થયુ હતુ. ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેક આવવાને કારણે 21 વર્ષીય યુવકનું મોત થયું હતુ. જે ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને તે ઓરિસ્સાનો છે. તેનું નામ વિવેક કુમાર છે. મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેકનું હાર્ટ એટેકના કારણે આટલી નાની ઉંમરમાં મોત થતા પરિવારમાં પણ માતમ છવાઇ ગયો હતો.

બીજા કેસની વાત કરીએ તો, પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયેલ રવિ વેગડાનું પણ આકસ્મિક મોત નિપજ્યુ અને તેનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યુ. રવિને ક્રિકેટ મેચ દરમિયાન ટેનિસનો દડો વાગ્યો અને તેણે રનર રાખીને 22 રન ફટાકાર્યા. પણ તેનું હાર્ટ ફેઈલ થયુ હોવાનું સામે આવ્યુ અને તેણે પળવારમાં જ જીવ ગુમાવી દીધો. રેસકોર્સમાં રમતી વખતે જીંદગીની ઇનિંગ પૂરી થતા યુવકના પરિવાર અને મિત્રોમાં કાળો કલપાંત સર્જાયો હતો.