સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે મનમાં અદાવત રાખી એવી ખતરનાક હત્યા કરી કે રુંવાટા બેઠા થઇ જશે

ગુજરાતમાંથી અનેકવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. કેટલાક કિસ્સાઓ એવા હોય છે કે જેેને સાંભળીને આપણુ લોહી ઉકળી જાય અને કેટલાક એવા કિસ્સા હોય છે કે જે ખૂબ જ હ્રદયદ્રાવક હોય છે. સુરતમાંથી ગુનાહિત્ત પ્રવૃત્તિઓ અવાર નવાર સામે આવતી રહે છે,

ત્યારે હાલ સુરતમાં થયેલ ગ્રીષ્મા હત્યાકાંડ સમગ્ર રાજયમાં ચર્ચામાં છે. ત્યાં હવે ફરી એક એવી હત્યાનો મામલો સામે આવ્યો છે, જે ઘણો ચોંકાવનારો છે. સુરતના પલસાણામાં એક યુવકનો સડેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. લાશમાંથી દુર્ગંધ આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને હત્યાનો ખુલાસો થયો હતો.

જે બાદ જયાં યુવાનની લાશ મળી આવી ત્યાંના સીસીટીવી ફુટેજ પણ તપાસવામાં આવ્યા હતા અને તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ હતુ કે એક વ્યક્તિ કાપડના તાકા નાખી બીજા વ્યક્તિને ડાટી રહ્યો છે. હાલ તો પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યુ છે કે, મૃતકની પત્ની સાથે હત્યા કરનારને એકતરફી પ્રેમ હતો.

ઘટનાની વિગત તપાસીએ તો, સુરતના પલસાણાની ઇટાળવા ગામે મૂળ મધ્યપ્રદેશનો આકાશબાબુ તેની પત્ની સાથે રહે છે અને તે ઇકો ટેક્સટાઇલ પાર્કમાં રતન પ્રિયા મિલમાં કરે છે. તેની સાથે એક લક્ષ્મણ નામનો યુવક પણ કામ કરતો હતો. આકાશબાબુએ લક્ષ્મણને તેની પત્નીની છેડતી કરવા માટે ઠપકો પણ આપ્યો હતો.

લક્ષ્મણ આકાશબાબુની પત્નીને એકતરફી પ્રેમ કરતો હતો.  ત્યારે 14 ફેબ્રુઆરી સોમવારના રોજ આકાશબાબુ અને લક્ષ્મણ બંને મીલમાં કરતા હતા અને ત્યારે મધ્યરાત્રિએ આકાશબાબુ કાપડના તાકા નજીક સૂઇ ગયો હતો ત્યારે લક્ષ્મણે આકાશબાબુ પર કાપડના તાકા નાખી દીધા હતા અને તેમાં આકાશબાબુ દટાઇ જતા તેનું મોત થયુ હતુ.

જે બાદ ગુરુવારના રોજ સવારે ત્યાંથી દુર્ગંધ આવતા કાપડના તાકા ખસેડવામાં આવ્યા હતા અને તે બાદ ત્યાંથી આકાશબાબુની સડેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે, પોલિસે હાલ મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પંરતુ મીલમાં લાગેલા સીસીટીવી કેમેરાની ફુટેજ તપાસતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. તે બાદ પોલિસે લક્ષ્મણને પકડ્યો હતો અને તેની પૂછપરછ કરી હતી, જે બાદ તેણે મનમા અદાવત રાખી હત્યા કરી હોવાની વાત કબૂલી હતી.

representative image

મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે લક્ષ્મણ આરક આકાશબાબુની પત્ની પસંદ આવી ગઈ હોવાથી તેને એક તરફી પ્રેમ કરતો હતો લક્ષ્મણે અગાઉ આકાશબાબુની પત્નીને છેડતી કરવાના પ્રયત્ન કરતા આકાશબાબુ તથા તેના વતનના અન્ય લોકોએ ઠપકો આપ્યો હતો પછી જે લક્ષ્મણ મનમાં રાખી મૂકી 14 ફેબ્રુઆરીના રોજ જ્યારે આકાશબાબુ ટાંકાની થપ્પી નીચે સૂતો હતો ત્યારે તેના પર ટાંકા નાખી દાબી મુક્યો હોવાનું કબુલ્યું હતું ઘટના અંગે પલસાણા પોલીસે મૃતક આકાશબાબુના પિતા રામબહાદુર કોરી પાસેથી લક્ષ્મણ વિરુદ્ધ હત્યાની ફરિયાદ વધુ તપાસ હાથધરી છે

Shah Jina