સુરતમાં યુવતીએ ચાલુ બાઇકે યુવક સાથે રોમાન્સ કરવા એવા સ્ટન્ટ કર્યા કે જોનારા પણ શરમાઈ ગયા, જુઓ વીડિયો

યુવક-યુવતીએ ચાલુ બાઇકે કર્યો સ્ટન્ટ… સાથે જ જબરદસ્ત રોમાન્સ પણ, વાયરલ વિડીયો જુઓ

સુરતની અંદર બાઈક ઉપર સ્ટન્ટ કરનારા યુવાનોના ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. હાલમાં જ બારડોલીથી સુરતમાં સ્ટન્ટ કરવા માટે આવનાર એક યુવતીની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ હવે બીજી એક યુવતી અને યુવકનો આવા દિલ ધડક સ્ટન્ટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. (તમામ તસવીરો: ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર)

સોશિયલ મીડિયા ઉપર પ્રખ્યાત થવા માટે આજની યુવા પેઢી કોઈપણ હદ સુધી જઈ શકે છે, ત્યારે વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર એવું જ કઈ જોવા મળી રહ્યું છે જેમાં યુવતી એક યુવક પાછળ બાઇક ઉપર બેઠેલી જોઈ શકાય છે, ત્યારબાદ ચાલુ બાઇકે જ તે યુવકની આગળ આવી જાય છે.

યુવક દ્વારા કરવામાં આવેલા આ સ્ટન્ટને લઈને પણ હવે જાગૃત નાગરિકો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે આવા જોખમી સ્ટન્ટ કરવાના કારણે તે પોતાની સાથે બીજા લોકોનો પણ જીવ જોખમમાં મૂકી શકે છે.

ચાલુ બાઈક ઉપર આ રીતે ખુલ્લે આમ પ્રેમ કરવો જીવ માટે જોખમ કારક પણ બની શકે છે. પરંતુ સોશિયલ મીડિયામાં કંઈક નવું બતાવવાની હોડમાં આજની યુવા પેઢી પોતાના જીવ સાથે પણ ખિલવાડ કરતી નજર આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે આ વીડિયો એક ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. તે યુઝર્સના આઈડી ઉપર બીજા પણ ઘણા એવા વીડિયો જોવા મળી રહ્યા છે. તો તે ઘણું મોટું ફેન ફોલોઇંગ પણ ધરાવે છે.

આ ઉપરાંત તેના બીજા પણ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. વીડિયો વાયરલ થતા યુવક-યુવતી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.

ગઈકાલે જ બારડોલીની પ્રિન્સીના વાયરલ થયેલા સ્ટન્ટ કરતા વીડિયોને લઈને પોલીસે ફરિયાદ નોંધી હતી. હવે આ નવો વીડિયો સામે આવતા આવા બાઈક સ્ટન્ટ કરતા યુવાનો સામે પણ કાર્યવાહીની માંગ ઉઠી છે.

Niraj Patel