સુરતમાં કેશવે ગણતરીની મિનિટમા જ ટ્રેન નીચે પડતું મૂક્યું, જતા પહેલા પત્ની, સાળી, સાસુ, સસરા વિશે જે કહ્યું એ જરૂર જાણવું જોઈએ

દેશભરમાં આપઘાતના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, કેટલાક લોકો આર્થિક સંકળામણના કારણે આપઘાત કરી લેતા હોય છે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે પણ આપઘાત કરી લેવાના કિસ્સા સામે આવે છે. ઘણીવાર સાસરિયાના ત્રાસથી પણ પરણિત મહિલાઓ આપઘાત કરી લેતી હોય છે.

પરંતુ હાલ કિસ્સો સામે આવ્યો છે સુરતમાંથી, જ્યાં એક યુવકે પોતાની પત્ની અને સાસરિયાના ત્રાસના કારણે જીવન ટૂંકાવી લીધું. આ યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં પોતે શા કારણે આપઘાત કરી રહ્યો છે તે અંગેનું કારણ પણ તેને જણાવ્યું હતું, હાલ આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર યુવક જણાવી રહ્યો છે કે હું આત્મહત્યા કરવા માટે હમણાં જઈ રહ્યો છું. જેમાં પત્ની છે અને તેના માતા પિતા છે, મારી સાળીઓ છે. મારી આત્મહત્યા કરવા પાછળ કોનો કોનો હાથ છે તે હું આ વીડિયોમાં જણાવી રહ્યો છું. આ ઉપરાંત યુવકે સાસરિયા દ્વારા પૈસા માંગીને ત્રાસ આપતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

વીડિયો બનાવ્યા બાદ યુવકે થોડીવાર બાદ જ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ યુવક મૂળ મહારાષ્ટ્રનો વતની હતો અને તેનું નામ ત્રમ્બક કેશવ છે. હાલ તે સુરતના ઓલપાડ સાયણ ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે પોલીસે આ મામલામાં યુવકની પત્ની સહીત સાસરિયા વિરુદ્ધ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel