સુરતમાં મહાત્મા ગાંધી આશ્રમની સંચાલિકા પરિણીતાએ અડધી રાતે પ્રેમીને ઘરે બોલાવ્યો પછી ખતરનાક કાંડ કરી નાખ્યો

ચેતી જજો આવી મહિલાઓથી, સુરતમાં મહાત્મા ગાંધી આશ્રમની સંચાલિકા પરિણીતાએ અડધી રાતે પ્રેમીને ઘરે બોલાવ્યો પછી ડરામણો કાંડ કરી નાખ્યો, ફિલ્મની સ્ટોરી પણ ટૂંકી પડે

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ચકચારી કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે અંગત અદાવતમાં કોઇની હત્યા કરવામાં આવતી હોય છે તો ઘણીવાર પ્રેમ સંબંધમાં કે અવૈદ્ય સંબંધમાં પતિ અથવા પત્ની તેમના પ્રેમી-પ્રેમિકા સાથે મળી પોતાના પાર્ટનરને રસ્તા પરથી હટાવવાનું ષડયંત્ર રચી તેમની હત્યા કરી દેતા હોય છે. ત્યારે હાલ સુરતમાં ચકચારી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેણે ચકચાર જગાવી મૂકી છે. એક પત્નીએ પોતાના જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી અને આટલું જ નહિ આ હત્યાને અકસ્માતમાં ખપાવ્યો હતો. જો કે સુરત ગ્રામ્ય પોલિસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

Image source

ઘટનાની વિગત જોઇએ તો, સુરતના ઓલપાડના ઉમરાછી ગામમાં મહાત્મા ગાંધી કુટિરની સંચાલિકા ડિમ્પલ સેવાનિયાનો પ્રેમ સંબંધ અમદાવાદના હેમંત ઉર્ફે પિન્ટુ શર્મા સાથે ચાલી રહ્યો છે. ડિમ્પલના પકિનું નામ વીરેન્દ્રસિંહ છે જે વકીલ છે. ત્યારે ગત 16 મેના રોજ ડિમ્પલે પ્રેમી હેમંત સાથે મળી વકીલ પતિની હત્યા કરી હતી અને તેને અકસ્માતમાં ખપાવી હતી. જો કે સુરત ગ્રામ્ય પોલિસની સતર્કતા અને તલસ્પર્શી તપાસે હત્યાની ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો અને હત્યારાઓની ધરપકડ કરી હતી. 16 મેના રોજ માજી સરપંચ અને વ્યવસાયે વકીલ વીરેન્દ્રસિંગ સેવાનીયાનું મોત થયુ હતુ.

Image source

તેની પત્ની એટલે કે આરોપી ડિમ્પલે જણાવ્યુ હતુ કે, તેનું મોત રાત્રે પાણી પીવા જતા સમયે ધાબા પરથી પડી જવાને કારણે થયુ હતુ. જો કે પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતુ અને તે બાદ અગ્નિ સંસ્કાર પણ થઇ ગયા હતા. પરિવારજનોને આશંકા હતી કે કંઇક અજુગતુ થયુ છે. જેને લઇને તેઓએ પોલિસ સામે આશંકા વ્યકત કરી. આશંકાને ધ્યાને રાખી કીમ પોલિસ સાથે સાથે જિલ્લા એલસીબી અને એસઓજી પણ તપાસમાં જોડાઇ હતી ત્યારે જિલ્લા એસઓજીને આ બાબતે સફળતા મળી હતી.

Image source

ડિમ્પલ ઉમરાછી ગામના ગાંધી કુટિરનું સંચાલન કરે છે અને અમદાવાદથી આશ્રમની વિઝિટ કરવા આવતા અધિકારી આરોપી હેમંત બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેને લઇને તેઓએ ડિમ્પલના પતિની હત્યા કરી નાખી હતી. હત્યા માટે ડિમ્પલે તેના પ્રેમીને અમદાવાદથી બોલાવ્યો હતો અને અડધી રાત્રે વીરેન્દ્રસિંહના માથામાં પેવર બ્લોકના ઘા મારી તેની હત્યા નિપજાવી દીધી હતી. જે બાદ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. હત્યા બાદ ડિમ્પલે લોહીના ડાઘા સાફ કર્યા હતા અને પોલિસને ગેરમાર્ગે દોરી હતી. હાલ તો પોલિસે મૃતકની પત્ની અને હત્યારી ડિમ્પલ તેમજ તેના પ્રેમીની અમદાવાદથી ધરપકડ કરી છે.

Shah Jina