સુરત સિવિલ હોસ્પિટલના સર્વેન્ટે HIV દર્દીની પત્ની સાથે રાતના અંધારામાં લાલચ આપીને બાંધ્યો સંબંધ અને પછી….

રાતે 11 વાગે કલાર્ક વોર્ડના સીડીમાં અંધારામાં લઇ જઇને તેણી સાથે સુખ માણ્યું અને પછી…

સ્ત્રીઓ સાથે અત્યાચાર થવાના ઘણા મામલાઓ રોજ બરોજ સામે આવતા રહે છે, ત્યારે ગુજરાતમાં પણ ઘણા સ્થળેથી સ્ત્રીઓ સાથે શરરક અને માનસિક અત્યચાર અને છેડછાડ થવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. હાલ આવી જ એક ઘટના સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી સામે આવી છે, જ્યાં HIVની સારવાર લઇ રહેલા એક દર્દીની પત્ની સાથે હોસ્પિટલના જ એક સર્વેન્ટ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના મજૂરાગેટ પાસે આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં ગત શુક્રવારના રોજ હોસ્પિટલમાં દાખલ એક દર્દીની પત્નીને મોબાઈલ અને રોકડ રકમ આપવાની લાલચ આપીને હોસ્પિટલના સર્વેન્ટે રાત્રે વોર્ડના દાદરમાં લઇ જઈને સ્મબન્ધો બાંધ્યા હોવાનું સામે આવી રહ્યું છે. સંબંધો બાંધીને સર્વેન્ટ ફરાર થઇ ગયો હતો. જે અંગેની ફરિયાદ કરવા માટે પરણિતા પોલીસ ચોકીમાં દોડી ગઈ હતી.

સિવિલ હોસ્પિટલની અંદરથી મોબાઈલ ફોન, ઘરેણાં, પૈસા અને સામાન ચોરાઈ જવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે. આ ઘટનામાં પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ એક એચઆઇવી દર્દીની 25 વર્ષીય પત્નીનો મોબાઈલ ચોરાઈ ગયો હતો. જેના બાદ હોસ્પિટલના એ વોર્ડની અંદર ફરજ બજાવી રહેલા રાહુલ નામના સર્વેન્ટ દ્વારા મહિલાને મોબાઈલ ફોન અને રોકડ રકમ આપવાની લાલચ આપી અને વિશ્વાસ કેળવી લીધો હતો.

જેના બાદ ગત શુક્વારની રાત્રે 11 કલાકની આસપાસ તેને પરણીતાને વોર્ડના દાદરા પાસે લઇ જઈને પરણિતા સાથે સંબંધો બાંધ્યા હતા, અને રોકડ રકમ અને ફોન આપ્યા વિના જ તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જેના બાદ પરણિતા સર્વેન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આમ તેમ દોડવા લાગી હતી અને અંતે સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જઈને ફરિયાદ કરી હતી.

Niraj Patel