ખબર

ના માથું દુઃખે છે, ના આવે છે ખાંસી, જાણો સુરતમાં મળી આવેલા નવા સ્ટ્રેનમાં કેવા હોય છે લક્ષણો ?

હાલ દેશભરમાં ફરી કોરોના પૂર ઝડપે ફેલાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનો વધતો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સુરતમાંથી મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

Image Source

હાલ સુરતમાં કોરોનાની લહેર  અમદાવાદ કરતા પણ વધારે સુરતમાં જોવા મળી રહી છે. અમદાવાદ કરતા પણ સુરતમાં વધારે કેસ સામે આવી રહ્યા છે. અને તેમાં પણ કોરોનાનો આ નવો સ્ટ્રેન ચિંતાનો વિષય બની ગયો છે.

Image Source

ખાસ વાત તો એ છે કે કોરોનાના આ નવા સ્ટ્રેનમાં સંક્રમિત વ્યક્તિને ના માથું દુઃખે છે ના તો ખાંસી આવે છે, તે છતાં પણ વ્યક્તિ પોઝિટિવ આવે છે. જે ખુબ જ ગંભીર માનવામાં આવી રહયું છે.

Image Source

આ બાબતે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ માહિતી આપી કે, “સુરતના લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. કોવિડના નવા સ્ટ્રેઈનમાં  અલગ પ્રકારના લક્ષણ સામે આવ્યા છે. માથાનો દુખાવો, ચામડીના રોગ, ઝાડા જેવા લક્ષણ ધરાવતા લોકોમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. સુરતમાં એવા લોકો પણ પોઝિટિવ છે જેમાં કોવિડના કોઈ લક્ષણ પણ જોવા મળતા નથી એ લોકો માટે ચેતવણી છે.”

Image Source

છેલ્લા 24 કલાકમાં જ સુરતની અંદર કોરોનાના નવા 349 પોઝિટિવ કેસ નોંધાયા છે. શનિવારના રોજ રાજ્યમાં નવા 1565 કેસ નોંધાયા છે અને 6 લોકોના સંક્રમણથી મોત થયા હતા.