15 વર્ષની સગીરાનું બાથરુમમાં ડિલીવરી થઇ, ભ્રૂણ ફેંકી દીધુ હતું, જે બાપ હતો તેના વિશે જાણીને ધ્રુજી ઉઠશો

ગુજરાતમાંથી ઘણીવાર સગીરાઓ સાથે દુષ્કર્મ અથવા છેડતીના મામલા સામે આવે છે. ઘણીવાર એવું પણ બને છે કે, સગીરાઓ કે યુવતિઓને લગ્નની લાલચ આપી યુવકો દ્વારા શારીરિક સંબંધ બાંધવામાં આવે છે, જો કે, કેટલીકવાર એવા પણ કિસ્સા સામે આવે છે કે યુવતિ અથવા સગીરા ગર્ભવતી થતા તેને તરછોડી દેવાય છે અથવા તો તેઓ બાળકને જન્મ પણ આપે છે. ત્યારે થોડા સમય પહેલા સુરતમાંથી નવજાત બાળકને ત્યજી દેવાનો મામલો સામે આવ્યો હતો. જો કે, જે જગ્યાએથી બાળક મળી આવ્યું હતું ત્યાંનાં સીસીટીવી ચેક કરતા નવજાત શિશુને મકાનના ઉપરના ભાગથી ફેકી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યુ હતું.

ત્યારે આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જે બાદ CCTVમાં એક શંકાસ્પદ છોકરીની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી તો ચોંકાવનારી વિગતો સામે આવી. સુરતના મગદલાલ ગામમાં આવેલ પંચ કુટીર સ્ટ્રીટમાંથી નવજાત ત્યજી દેવાયેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું અને વહેલી સવારે આ મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. જો કે, બાળકને બિલ્ડીંગની ઊંચાઈ પરથી ફેંકી દેવામાં આવ્યું હોવાનું સામે આવતા જ સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને તે બાદ ઉમરા પોલીસે આ મામલે નિષ્ઠુર સગીર માતા સામે ગુનો નોંધ્યો અને વધુ તપાસ હાથ ધરી.

પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ કે, આ નવજાત બાળક એક સગીરાનું હતુ અને તે તેની બહેનપણીના મિત્રના સંપર્કથી માતા બની હતી. જે CCTV સામે આવ્યા તેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ હતુ કે મોડી રાત્રીએ બાળકને નીચે ફેંકવામાં આવ્યુ હતુ. સુમસામ રસ્તાની વચ્ચે મોડી રાત્રે અચાનક જ બાળકને ત્યજી દેવાતા તેનું મોત નીપજ્યુ હતુ. આ બાબતની જાણ લોકોને થતાં જ લોકોમાં દોડધામ મચી ગઇ અને આ મામલે તાત્કાલિક ઉમરા પોલીસને જાણ કરવામાં આવી. જો કે, આ મામલો ડિસેમ્બર 2022નો છે.

પ્રતિકાત્મક તસવીર

વહેલી સવારમાં નવજાત બાળકને જન્મ સગીર વયની યુવતિએ આપ્યો હતો અને લગ્ન ન થયા હોવાને કારણે તેણે પોતાનું પાપ છૂપાવવા નવજાત શિશુને બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દીધુ. આરોપી સગીરાએ તેની બહેનપણીના મિત્ર સાથે બોલચાલ બાદ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને આ બાદ તેને ગર્ભ રહી જતા તેણે બાળકને જન્મ આપ્યો હતો. જો કે, બાળકનો જન્મ થતા જ યુવતિએ તેને ત્યજી દીધુ અને મોતને ઘાટ ઉતાર્યુ. તે બાદ આ મામલે પોલીસે સગીર યુવતીની ધરપકડ કરી હતી અને જેની સાથે તેના સંબંધ હતા તે યુવક સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી.

Shah Jina