સુરતમાં મામી-ભાણેજ વચ્ચેના પ્રેમનો આવ્યો કરુણ અંજામ ! સંબંધ બંધાતા રહી ગયો ગર્ભ, પછી જે થયુ તે ખરેખર તમારા રુંવાડા ઊભા કરી દેશે

મોટી ઉંમરની મામીએ ભાણેજ સાથે માણ્યું સુખ, ગર્ભ રહી ગયો ને પછી એવો આવ્યો વળાંક કે વાંચીને હચમચી જશો

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, ઘણી વખત અંગત અદાવતમાં હત્યા કરવામાં આવતી હોય છે, તો ઘણીવાર પ્રેમ સંબંધમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે. થોડા સમય પહેલા સુરતના ઉઘના રેલવે યાર્ડમાં સગર્ભા મહિલાની લાશ 21 માર્ચના રોજ મળી આવી હતી. શરૂઆતમાં પોલિસને આ કેસ આત્મહત્યા લાગ્યો પરંતુ મહિલાના શરર પરથી ઈજાના નિશાન મળી આવ્યા જે બાદ તેની હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યુ. પોલિસ માટે આ કેસ થોડો ચેલેન્જિંગ હતો. પોલિસે CCTV ફુટેજ ખંગાળવાનું શરૂ કર્યુ. ત્યારે પોલિસને 19 માર્ચના રોજ મૃતક એક યુવક અને એક નાની બાળકી સાથે ટ્રેક પર જતા નજરે પડી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જે બાદ પોલિસે તે યુવકની શોધખોળ હાથ ધરી. આ દરમિયાન મૃતક સાથે જે નાની બાળકી હતી કે સુરત રેલવે સ્ટેશન પાસેથી મળી આવી, જેથી પોલિસે સ્ટેશન પરના સીસીટીવી ફુટેજની તપાસ કરી ત્યારે આ યુવક તાપ્તી ગંગા ટ્રેનમાં બેસતો જોવા મળ્યો હતો. સીસીટીવી અને મોબાઇલના આધારે પોલિસે યુવકનો નંબર કાઢ્યો અને તે બાદ તેને બિહારથી ઝડપી પાડ્યો. તેણે તેનું નામ લાલુ ઉર્ફે લલ્લુ ભીંડ પોલિસ પૂછપરછમાં જણાવ્યુ હતુ. મૃતક રીટા ચૌધરી લાલુની મામી થતી હતી.

બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ વાતની જાણ પરિવારમાં અને ગામમાં થઇ ગઇ હતી. જે બાદ આ વાત પંચાયત સુધી પણ પહોંચી હતી. પંચાયતમાં રીટાએ તેના પતિ સાથે જવાની ના કહી જે બાદ લાલુ તેને લઇને સંજાણ આવ્યો. રીટાના 4 બાળકો હતા, તેણે તેના 3 બાળકોને તો વતનમાં છોડ્યા પરંતુ એક બાળકી કે જે બે વર્ષની હતી તેને લઇને લાલુ સાથે આવી. લાલુ અહીં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરતો હતો. બંને વચ્ચે સંબંધો પણ બંધાયા હતા, જેમાં મૃતકને આઠ માસનો ગર્ભ પણ રહી ગયો હતો.

બંને વચ્ચે ઘણીવાર મામીને વતન પતિ પાસે મોકલવા ઝઘડો ચાલતો હતો. ત્યારે રોજના ઝઘડાથી કંટાળી લાલુએ હત્યાનો પ્લાન ઘડ્યો. લાલુ મૃતકને લઇને વલસાડથી ઉઘના રેલવે સ્ટેશન ગયો અને ત્યાં બંને આસપાસના વિસ્તારમાં બે દિવસ સુધી ફર્યા, જે બાદ ઉઘના રેલવે સ્ટેશન પર બંને વચ્ચે કોઇ વાતને લઇને બોલાચાલી થઇ અને ઝઘડાથી કંટાળી આખરે લાલુ રીટાને ઉઘના યાર્ડમાં લઇ ગયો અને તેનું ગળુ દબાવી તેની હત્યા કરી ભાગી ગયો. ઉલ્લેખનીય છે કે, હાલ તો પોલિસે આરોપી લાલુ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina