સુરતમાં 5 વર્ષના લગ્નજીવનનો દુ:ખદ અંત ! સાસરિયાને લીધે 2 બાળકોની માતાએ કંટાળી ભર્યુ જીવનનું અંતિમ પગલુ, કારણ છે ચોંકાવનારું

સુરતના વેસુમાં બે સંતાનોની માતાએ કરી આત્મહત્યા, પરિવારે એવો ભયાનક ખુલાસો કર્યો કે આ લોકોને જલ્દી જેલ ભેગા કરો

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓ નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો પ્રેમસંબંધમાં તો કેટલાક માનસિક ત્રાસને કારણે આપઘાત કરતા હોય છે. હાલમાં સુરતમાંથી આપઘાતનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરણિતાએ તેના બે સંતાનોને મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તપાસમાં આપઘાતનું કારણ સાસરીયાઓ માનસિક ત્રાસ આપતા હોવાનું સામે આવ્યુ છે. મૃતકના પરિવારજનોનો આરોપ છે કે તેમની દીકરીને દહેજ માટે હેરાન કરવામાં આવતી હતી. ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક જયોતિ બે સંતાનોની માતા છે.

તેણે પતિ અને સાસરિયા દ્વારા અવાર નવાર દહેજની માંગણી કરવામાં આવતી હોવાને કારણે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે. જયોતિ દિલ્હીની રહેવાસી હતી. તેના લગ્ન પાંચ વર્ષ પહેલા સુરતના વેસુ વિસ્તારમાં રહેતા સાહિલ સાથે થયા હતા. તેને બે બાળકો પણ છે. ત્યારે જયોતિએ આપઘાત પહેલા તેના પતિ સાહિલ સાથે વાત પણ કરી હોવાનું સામે આવ્યુ છે. સાહિલે જયોતિ સાથે બીજા લગ્ન કર્યા હતા. તેણે તેની પહેલી પત્નીને 35 લાખ આપી છૂટાછેડા લીધા હતા. સાહિલ કાપડના વેપાર સાથે જોડાયેલો છે.

જયોતિએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. જયોતિની માસી અનુસાર, તે દિલ્હીથી સુરત આવ્યા હતા, તેમની જયોતિના આપઘાત પહેલા ફોન પર વાત પણ થઇ હતી. ત્યારે જયોતિએ કહ્યુ કે તેના પર પતિ સાહિલનો ફોન આવે છે એટલે એ તેની સાથે વાત કરી ફરી ફોન કરે છે. પરંતુ  થોડા સમય પછી પાડોશીનો ફોન આવ્યો કે જયોતિએ કંઇક કરી લીધુ છે. તેમણે જણાવ્યુ કે, જયોતિના પતિ સાહિલ અને તેના પરિવાર દ્વારા અવાર નવાર દહેજની માંગણી કરવામાં આવતી હતી.

જો કે, એવી માંગણઓ જયોતિના પરિવારજનો દ્વારા પૂરી પણ કરવામાં આવી હતી. ત્યારે તેમણે કહ્યુ કે, મને પૂરી ખાતરી છે કે, જ્યોતિને આપઘાત કરવા માટે એના પતિ અને સાસરીયાઓએ જ ઉશ્કેરી હશે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જ્યોતિનો અગ્નિસંસ્કાર કરવાના નથી. ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર બંને પરિવારો આમને સામને આવી ગયા હતા. જો કે, આ મામલે પોલિસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina