સુરતમાં માતાએ પહેલા પોતાના ફૂલ જેવા 3 વર્ષના બાળકનું ગળું દબાવી કરી નાખી હત્યા, અને પછી પોતે પણ ભર્યું એવું પગલું જાણીને હચમચી ઉઠશો

ગુજરાતમાંથી આપઘાતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે, ત્યારે હાલ ખબર સુરત શહેરમાંથી આવી રહી છે, જ્યાં  એક માતાએ પહેલા પોતાના 3 વર્ષના માસુમ બાળકનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને પછી સુસાઇડ નોટ લખી પોતે પણ ગળે ટુંપો ખાઈને મોતને વહાલું કરી લીધું હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં રાંદેર ઊગત રોડ વિસ્તારમાં પતિથી અલગ રહેતી મહિલાએ સુસાઈડ નોટમાં પતિના અફેર અંગે અને માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યાંથી તેમણે સુસાઈડ નોટ મળી આવી હતી.

આ બાબતે મીડિયા સાથે વાત કરતા મૃતક મહિલાના પિતા અરવિંદભાઈ પરમારે જણાવ્યું હતું કે મારી 31 વર્ષીય દીકરી પ્રિય વંદના ઉર્ફે પિંકી અને 3 વર્ષીય રિશુ સવારે ઊઠ્યા નહોતા, જેથી માતાને ઉઠાડવા માટે મોકલી હતી. રૂમનો દરવાજો ખોલતાં જ બંનેને મૃત જોયાં હતાં. હું બાજુમાં હતો ત્યાંથી દોડી આવ્યો હતો. ત્યાર બાદ 108ને જાણ કરી હતી. તેમણે બંનેને મૃત જાહેર કર્યા હતા.

પિતાએ વધુમાં જણાવ્યું હતું કે અમારા જમાઈના શારીરિક અને માનસિક ત્રાસથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. છેલ્લાં સાડાત્રણ વર્ષથી તેઓ અલગ રહેતાં હતાં. અમારા જમાઈનું તેની ભાભી સાથે અફેર હતું. જેથી તેઓ સારી રીતે રહેતાં નહતાં. જોકે જમાઈના ફોનમાં ફોટો હતો, જે મારી દીકરીને જોવા પણ દેતા નહોતા. મારી દીકરી સાથે લગ્ન કર્યા બાદ સાતમા મહિનાથી શ્રીમંત પણ ન થવા દઈને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે, જેથી તેને સજા થવી જોઈએ.

પોલીસને  પ્રાપ્ત થયેલી સુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “મહિલાએ લખેલી સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે કે આપઘાત કરનાર મહિલા તેના પતિ સતિષના અન્ય સ્ત્રી સાથેના સંબંધ અંગે જાણ હતી. પતિને તેની માતા એટલે કે મૃતક મહિલાની સાસુ પણ સપોર્ટ કરતી હતી. જે બાદ તે ત્રણ વર્ષના દીકરા સાથે અલગ રહેતી હતી.”

આ ઉપરાંત મૃતક ભાવના વ્યક્ત કરતા લખ્યું હતું કે “કાશ સતીશ તું મને સમજી જાત, તારી મમ્મી પણ મને સમજી શક્યા હોત. મને અને રીશુંને તારી ખૂબ જરૂર હતી. તું અને ભાવના ક્યારે નહીં સુધરો અને તમને હમેશાં સપોર્ટ કરવાવાળી તારી મા પણ નહીં સુધરે, મારું ઘર તોડવાવાળી તારી મા. જો ઘર કરાવવાનું ન હોતું તો તારી માએ લગ્ન શું કામ કરાવ્યા. શુ કામ મારી જિંદગી બરબાદ કરી. ભાવના સાથે તારું અફેર હતું મને ખબર પડી એ જ દિવસે હું આત્મહત્યા કરવાની હતી પણ મા-બાપના વિચારે હું અટકી જતી. હું ભાવનાથી અને તારી માથી બહુ જ નફરત કરું છું. મારું ઘર તોડી નાખ્યું તારે માએ.”

આ ઉપરાંત તેને આગળ લખ્યું છે કે “મારો હીરો મરી ગયો, મેં ગળું દબાવીને મારી નાખ્યો, મારું ઢીંગલું I LOVE You So Much Rishu. તે જીવતે તો તેની જિંદગી બરબાદ થઈ જતે. મારા હાથ ખૂબ જ ધ્રૂજતા હતા. મારા ઢીંગલાને મારી નાખતા વખતે હું બહુ રડતી હતી. મારો દિલનો ટુકડો, મારી જાન મારો રિશુ, સોરી દીકરા, આવી રીતે તને મારવા માટે.”

Niraj Patel