ખબર

કોરોનાગ્રસ્ત માતાના કુખે લીધો જન્મ, માતાનુ થયુ મોત અને 19 દિવસ ક્રિટિકલ કન્ડીશન બાદ બાળક થયુ સ્વસ્થ

હાલ કોરોનાની મહામારી સમગ્ર ગુજરાત સાથે સાથે સુરતને પણ ઘમરોળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે પરંતુ હાલ પણ ઘણા મોતના કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલ સુરતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં એક કોરોનાગ્રસ્ત માતાએ બાળકને જન્મ આપ્યો પરંતુ તેનું મોત થઇ ગયુ અને બાળક સતત 19 દિવસ ક્રિટિકલ કન્ડીશનમાં મોત સામે લડ્યો અને સ્વસ્થ થયો.

Image source

સુરતના માંગરોળની રુચિ પંચાલને શ્વાસ લેવામાં તકલીફ થતા 6મેના રોજ સિવિલમાં લાવવામાં આવી હતી અને તેને ગાયનેક વોર્ડમાં દાખલ કરી કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો અને તે બાદ તેને 11મીના રોજ પ્રસુતિ કરવાનુ નક્કી કરાયુ હતુ જ કે માતાનું તો મોત થયુ પરંતુ બાળક જન્મ્યુ ત્યારે રડતુ ન હતુ અને આ નવજાત બાળકનું જીવન બચાવવા તબીબોએ સખત મહેનત કરી હતી.

Image source

બાળક રડતુ ન હોવાને કારણે તેના ફેફસાની સારવાર શરૂ કરવામાં આવી અને વેન્ટીલેટર પરથી ઓક્સિજન પર અને એરમાં લાવવામાં ડોક્ટર સફળ પણ થયા હતા. આખરે બાળક સતત મોત સામે ઝઝૂમ્યો અને તે બાદ બાદ 29 મેના રોજ તેને રજા આપવામાં આવી અને તેનો પરિવાર તેને માંગરોળ લઇ ગયો હતો.
સૌજન્ય : દિવ્ય ભાસ્કર