સુરતમાં મા મારી ગઈ અને પાછળ બિચારું 3 મહિનાનું બાળક બન્યું માતાવિહોણું, સુખશાંતિ હતી જીવનમાં પણ …..
ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર કોઇ પ્રેમપ્રસંગમાં મોતને વહાલુ કરી લેતુ હોય છે તો ઘણીવાર કોઇ માનસિક કે શારીરિક ત્રાસને કારણે મોતને વહાલુ કરી લેતુ હોય છે. ત્યારે હાલ સુરતમાંથી એક આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરણિતાએ ત્રણ મહિનાના બાળકનું કશું પણ વિચાર્યા વગર આપઘાત કરી લીધો. મહિલા સાંજે તેના ત્રણ મહિનાના બાળકને દૂધ પીવડાવી પોતાના રૂમમાં ગઇ અને પંખા પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો. હાલ તો આ મામલે ડિંડોલી પોલિસે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગત જોઇએ તો, સુરતના ડિંડોલી વિસ્તારમાં કેવલ આવાસમાં 27 વર્ષિય ચાંદની સંતોષકુમાર મોરિયા રહે છે તેણે 27 તારીખના રોજ સાંજે તેના 3 મહિનાના બાળકને દૂધ પીવડાવ્યુ અને તે બાદ તે પોતાના રૂમમાં ગઇ અને ત્યાં તેણે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો. ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મહિલા એકબાજુ રૂમમાં લટકતી હતી અને બીજી બાજુ બીજા રૂમમાં બાળક રડી રહ્યુ હતુ.
આ મામલે મૃતકના પરિવારજનો અનુસાર, જયારે તેઓ સાંજે નોકરી પરથી આવ્યા ત્યારે ઘરની જાળી અંદરથી બંધ હતી અને જોરજોરથી બાળકનો રડવાનો અવાજ આવતો હતો. તેમણે કહ્યુ કે તેમણે બૂમ પાડી પરંતુ કોઇએ સાંભળી નહિ ત્યારે પાડોશીઓને બોલાવીને જાળી તોડી, જે બાદ તે અંદર ગયા. આગળ તેમણે જણાવ્યુ કે, ભાભી રૂમમાં લટકતા હતા અને બીજા રૂમમાં બાબુ રડી રહ્યો હતો. તે બાદ તેમણે બાળકને તેમની માતાને આપ્યુ અને પરણિતાને નીચે ઉતારી 108 બોલાવી.

પરંતુ 108 આવતા મોડુ થઇ જતા તેમને રિક્ષામાં જ સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જયાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકનાં પતિ અનુસાર, લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે અને તેણે કોઈને પણ કંઇ પણ કહ્યા વગર અને કશું પણ વિચાર્યા વગર આવું આત્મઘાતી પગલું ભર્યું. તેમણે કહ્યુ કે, તેણે મારું ના વિચાર્યુ પરંતુ બાબુનું પણ ન વિચાર્યું. પરણિતાએ કયા કારણોસર આપઘાત કર્યો તે પરિવારને ખ્યાલ જ નથી. મહિલાએ આપઘાત કરતા ત્રણ મહિનાના બાળકે માતા ગુમાવી છે. પરિવાર અને આજુ બાજુનાં લોકો બાળકનો ખ્યાલ રાખી રહ્યાં છે. હાલ પોલીસે મહિલાએ કેમ આપધાત કર્યો તે મામલે તપાસ શરૂ કરી છે.