સુરતની યુવતીને વિદેશમાં જવાના સપનાઓ બતાવી વારંવાર માણ્યું પછી એક દિવસ

વિદેશમાં લગ્ન કરીને સ્થાયી થનારી લાલચુ છોકરીઓ અને માં-બાપ આ જલ્દી વાંચો, સુરતની યુવતી સાથે જે થયું એ ક્યાંક તમારી જોડે ન થાય…

ઘણા લોકોનું માનવું  છે કે વિદેશમાં સારી કમાણી છે, અને તેના જ કારણે આજના મોટાભાગના યુવાનો વિદેશ જવાના સપનાઓ પણ જોતા હોય છે. પરંતુ ઘણીવાર વિદેશ જવાની લાલચમાં આવીને કેટલાક લોકો એવા પણ પગલાં ભરી લેતા હોય છે  જેના કારણે તેમને જીવનભર પછતાવવાનો વારો પણ આવતો હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આવી જ એક ઘટના હાલ સુરતમાંથી સામે આવી છે. જેમાં કેનેડા જવાની લાલચમાં આવીને એક યુવતીએ એક યુવક સાથે વારંવાર સંબંધો બાંધ્યા અને પછી યુવક દ્વારા તરછોડી દેવામાં આવતા ચકચારી મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરામાં પ્રસિદ્ધ હોટલની ફ્રેન્ચાઇઝી ચલાવનાર યુવકે ભેસ્તાનની 24 વર્ષીય યુવતીને લગ્ન કરીને કેનેડા લઇ જવાની લાલચ આપીને વારંવાર સંબંધ બાંધ્યા હતા. યુવતીને કેનેડામાં સ્થાઇ થવાના સપના બતાવી યુવકે હવસની શિકાર બનાવી હતી. જોકે, યુવકે વારંવાર સુખ ભોગવ્યા પછી તેને તરછોડી દેતા આરોપી સામે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પાંડેસરામાં જાણીતી હોટલની ફ્રેન્ચાઇઝી ચલાવતા અને મૂળ બનાસકાંઠાના યુવક સાથે વર્ષ 2019માં ભેસ્તાનમાં રહેતી 24 વર્ષીય યુવતીનો પરિચય થયો હતો. યુવતી પોતે હોટલમાં નોકરી કરતી હોવાથી આરોપીને ત્યાં અવર જવર વધતા બંને એકબીજા સંપર્કમાં આવ્યા હતા. તેમજ યુવતી તેના પ્રેમમાં પડી ગઈ હતી.

ત્યારબાદ યુવકે યુવતીને લગ્ન કરી અને કેનેડામાં સ્થાઈ થવા અને કેનેડામાં હોટલનો વ્યવસાય શરૂ કરવાની લાલચ પણ આપી હતી. જેના કારણે યુવતી તેના વિશ્વાસમાં આવી અને પોતાનું સર્વસ્વ યુવકને સોંપી દીધું હતું. જેનો ફાયદો ઉઠાવીને યુવક પણ વારંવાર તે યુવતીને પોતાની હવસનો શિકાર બનાવવા લાગ્યો હતો.

ગત 20મી મેના રોજ યુવક તેના પિતા બીમાર છે એવું બહાનું કાઢી અને વતન બનાસકાંઠા જવા માટે નીકળ્યો હતો, પરંતુ ઘણા સમય સુધી પાછો ના ફરતા અને ફોન પણ બંધ હોવાના કારણે યુવતીને પોતે છેતરાયાનો આભાસ થયો હતો. જેના બાદ તેને સચિન પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના બાદ પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

Niraj Patel