ખબર

સુરતમાં નવરાત્રીના સમયમાં મિત્રો સાથે રાત્રે થયો કાંડ, મોડેલિંગ કરનાર યુવકનો એવો થયો અકસ્માત કે કોઈને જાણ પણ ના થઇ, મળી લાશ

કોરોના કાળની અંદર ગયા વર્ષે નવરાત્રીનો રંગ જામ્યો નહોતો, પરંતુ આ વર્ષે સરકાર દ્વારા કેટલાક નિયમો સાથે શેરી ગરબાની છૂટ આપી છે, ત્યારે ઘણા લોકો ગરબા જોવા માટે એક સ્થળેથી બીજા સ્થળે પણ જતા જોવા મળે છે. આ દરમિયાન ઘણી અકસ્માતની ઘટનાઓ પણ ઘટતી હોય છે, ત્યારે હાલ સુરતની અંદર એવા જ એક અકસ્માતમાં મોડેલિંગ કરનાર યુવકને તેનો જીવ ગુમાવવો પડ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા એક યુવકને  ONGC કંપનીના ગેટ સામે અકસ્માત સર્જાયો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસનું માનવું છે કે મોપેડ રોડના ડિવાઈડર સાથે ભટકાયા બાદ અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર એમ પણ જણાવવામાં આવી હર્યું છે કે બાઈક અને મોપેડ વચ્ચે રેસ લાગી હતી અને તેમાં મોપેડ ઉપર જઈ રહેલા આ યુવકનો અકસ્માત થયાની જાણ તેના મિત્રોને પણ થઇ નહોતી. યુવક આ રેસની અંદર પાછળ રહી ગયો હતો અને તેનો અકસ્માત સર્જાયો હતો,અને તેના મિત્રો આગળ નીકળી ગયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર અકસ્માતમાં મોતને ભેટનાર યુવકનું નામ વિક્કી મનીષ બાગુલ છે. જેની ઉંમર ફક્ત 22 વર્ષની હતી. વિક્કી પાંડેસરા નાગસેન નગરનો રહેવાસી હતો. વિક્કીના પરિવારમાં તેના માતા પિતા અને બે ભાઈ છે જે મહારાષ્ટ્રમાં રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત વિક્કી પરિવારનો આર્થિક સહારો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

વિક્કીના નિધન બાદ તેના મિત્રોએ જણાવ્યું હતું કે વિક્કી છેલ્લા 5 વર્ષથી સુરતના વેસુમાં આવેલા એક હર સલૂનમાં તે કામ કરતો હતો. સાથે જ તેને મોડેલિંગનો પણ શોખ હતો. તેના સોશિયલ મીડિયામાં તે મોડેલિંગ કરતા ઘણી તસવીરો પણ શેર કરતો હતો.

તેના મિત્રએ આગળ જણાવ્યું કે રાત્રે મિત્રો સાથે ગરબા જોવાનું આયોજન કરી અડાજણથી મગદલ્લા બ્રિજ થઈ પાંડેસરા જઇ રહ્યો હતો. લગભગ બે બાઇક અને એક મોપેડ પર સવાર વિક્કી અને મિત્રો વચ્ચે રેસ લાગતાં મિત્રો આગળ નીકળી ગયા હતા.

જેના બાદ આગળ નીકળી ગયેલા મિત્રોએ થોડીવાર રાહ જોયા બાદ પણ વિક્કી પાછળ ન દેખાતાં મિત્રો ફરી ONGC તરફ આવ્યા હતા, જ્યાં વિક્કી રોડ વચ્ચે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો હતો તેને જોઈને જ મિત્રોના હોશ ઊડી ગયા હતા. જેના બાદ તેને તાત્કાલિક 108ની મદદથી વિક્કીને સિવિલ લઈ આવ્યા હતા, પણ ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો.