બંનેની પ્રાઇવેટ તસવીરો પણ આવી સામે, બ્રેકઅપ બાદ પણ મોડલ તાનિયા IPL ક્રિકેટર સાથે…..

પોલિસ સુરતની મોડલ તાનિયા સિંહના આત્મહત્યા કેસને ઉકેલવામાં લાગેલી છે, સુરતના પોશ વિસ્તાર વેસુમાં રહેતી મોડલ અને ફેશન ડિઝાઈનર તાનિયા સિંહની આત્મહત્યાના કેસમાં આઇપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ક્રિકેટર અભિષેક શર્માનું નામ સામે આવ્યું છે. પોલીસે જણાવ્યું કે બંને વચ્ચે અફેર ચાલી રહ્યું હતું.

તાનિયાના મોબાઈલ ફોનમાંથી અભિષેક અને તેની કેટલીક ખાનગી તસવીરો મળી આવી છે. પોલીસે કોલ ડિટેઈલને તપાસનો આધાર બનાવ્યો છે. પોલીસે ફોન અને સ્નેપચેટ ચેટીંગની કોલ ડીટેઈલ હેઠળ આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્મા સાથેના સંબંધોની વિગતો તપાસી છે.પોલીસના જણાવ્યા અનુસાર, અભિષેક શર્માએ બે મહિના પહેલા તાનિયા સાથે બ્રેકઅપ કર્યું હોવા છતાં તે સતત એકતરફી મેસેજ મોકલી રહી હતી.

પોલીસનું માનવું છે કે તાનિયા છેલ્લા બે મહિનાથી ભાવનાત્મક રીતે તૂટી ગઈ હતી. અભિષેક અને તાનિયા વચ્ચે એવું શું થયું કે બે મહિનાથી તાનિયાના મેસેજ કરવા છતાં પણ અભિષેક શર્મા કોઈ જવાબ આપી રહ્યો નહોતો. બંને વચ્ચેના બ્રેકઅપ પાછળનું કારણ હાલમાં તપાસ હેઠળ છે. વેસુ પોલીસે મૃતક તાનિયાના પરિવારજનો, સંબંધીઓ અને મિત્રોના નિવેદન લીધા છે.

માતા-પિતાએ જણાવ્યુ કે તેઓ તાનિયા અને અભિષેકના સંબંધો વિશે જાણતા નથી. પોલીસ હાલ દરેક એંગલથી તપાસ કરી રહી છે. તાનિયા અભિષેક સાથે સ્નેપ ચેટ પર વાત કરતી હોવાનું પણ સામે આવ્યુ છે.આ ઉપરાંત રીપોર્ટમાં એવું પણ કહેવાઇ રહ્યુ છે કે આપઘાત પહેલા તાનિયાએ હોર્સ રાઈડિંગ કરાવતા કોચને ફોન કરીને હોર્સ રાઈડિંગની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. હાલ તો પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મોબાઈલ CDRના આધારે તપાસ કરી રહી છે.

મોડલ આપઘાત મામલે કોઇ સુસાઇડ નોટ નથી મળી આવી, પોલિસે તાનિયાની બેંક ડિટેઈલની પણ તપાસ શરૂ કરી છે. જણાવી દઇએ કે, આત્મહત્યા પહેલા તાનિયાએ લંડનમાં રહેતી તેની એક મિત્ર સાથે વાત કરી હતી અને રડતા રડતા કહ્યુ હતુ કે, યાર યે ફેમિલી કા પ્રેશર હે, મેં તંગ આ ગઇ હું, મેરે સે યે સબ સહન નહીં હોતા હે. જો કે, આ ફોન બાદ તાનિયાએ ગળે ફાંસો ખાધો હોવાનું કહેવાઇ રહ્યુ છે.

Shah Jina