સુરતમાં ધોળા દિવસે તમંચાની અણીએ મોબાઈલ દુકાનદારને લૂંટી લીધો, આટલા હજારની લૂંટ કરી, જુઓ CCTVમાં કેદ થયેલો વીડિયો

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી લૂંટ અને હત્યાના બનાવો સામે આવતા રહે છે. ઘણા ચોર દ્વારા તો ધોળા દિવસે કોઈને લૂંટી લેવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હાલ સુરતમાંથી એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં કેટલાક લૂંટારુઓ દ્વારા તમંચો બતાવીને એક મોબાઈલ દુકાનદારને લૂંટી લેવામાં આવ્યો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પુણા વિસ્તારમાં એક મોબાઈલની દુકાન ચલાવી રહેલા દુકાનદારની દુકાનમાં ત્રણ જેટલા વ્યક્તિઓ દેશી તમંચો લઈને ઘુસી ગયા હતા અને તમંચાની અણીએ તેમને દુકાનમાં લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી, જેના બાદ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો અને આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ત્રણ જેટલા ઈસમો દુકાનની અંદર છે અને દુકાનનું શટર બંધ કરી દીધું છે, અને તમંચાની અણીએ જ લૂંટ ચલાવી રહ્યા છે. આરોપીઓ રોકડ રૂપિયા લૂંટી અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ત્યારે સુરતમાં વારંવાર થઇ રહેલી આવી ઘટનાઓને લઈને અનેક સવાલો પણ ઉભા થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


આ ઘટના સુરતમાં આવેલા પુણા વિસ્તારના શિવાજીનગર સોસાયટીમાં આવેલી જ્યમ શીતલા નામની મોબાઈલની દુકાનમાં બની હતી. લૂંટારુઓ દુકાનમાંથી 30 હજાર રૂપિયાની રોકડ રકમ લઈને ફરાર થઇ ગયા હતા. ત્યારે આ દુકાનના માલિક રાહુલ બધેલ દ્વારા પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પોલીસે ફરિયાદ અને સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Niraj Patel