સુરતથી ભાગેલી કિશોરી મુંબઈમાં શાહનવાજ સાથે બંધ ઓરડામાં આવી અવસ્થામાં મળી આવી, પોલીસના પણ હોંશ ઉડી ગયા જોઈને

સુરતના પરિવારની ગાયબ દીકરી બીજા ધર્મના યુવક સાથે મુંબઈના એક બંધ ઓરડામાંથી એવી અવસ્થામાં મળી આવી કે…

ગુજરાતમાંથી ઘણીવાર લવ જેહાદના કિસ્સા સામે આવે છે. જેમાં બીજા ધર્મના યુવક દ્વારા હિંદુ છોકરીઓને ફસાવી તેમને લગ્નની લાલચ આપી તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવતુ હોય છે. કેટલીકવાર તો છોકરીઓ સાથે લગ્ન કરી તેમનું જબરદસ્તી ધર્માંતરણ પણ કરવામાં આવતુ હોવાના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેણે બધાને હેરાનીમાં મૂકી દીધા. સુરતમાં ગોડાદરામાં રહેતા એક શ્રમજીવી પરિવારની મોટી દીકરી ગુમ થઈ ગઇ હતી અને આ કેસમાં પોલિસે તેને મુંબઇથી ઝડપી હતી. બીજા ધર્મનો એક યુવક તે છોકરીને પોતાના ચુંગલમાં ફસાવી મુંબઈ લઈ ગયો હતો.

પહેલા તો પરિવારને આ વાતની જાણ ન હતી કે તે ફરાર થઇ ગઇ છે. જેને કારણે તેમણે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી અને ગોડાદરા પોલીસે કિશોરીની ગુમ થયાની ફરિયાદ મળતા જ ઘટનાને ગંભીરતાથી ધ્યાને લઇ કિશોરીને ચક્રોગતિમાન કર્યા હતા. ત્યારે પોલિસને હવે આ મામલે સફળતા મળી છે. હ્યુમન સોર્સીસના આધારે આ ફરિયાદની તપાસ મુંબઈ સુધી પહોંચી અને ગોડાદરા પોલીસના કેટલાક પોલીસકર્મીઓ તાત્કાલિક મુંબઈ જવા રવાના થયા હતા. તેઓ વિસ્તારના 50થી વધુ ઘરો ફરી વળ્યા પણ તેની કોઈ ભાળ ન મળી.

ત્યારે ત્યાંના કેટલાક રહેવાસીએ પોલીસને જાણ કરી કે અહીં થોડાક સમય પહેલા એક યુવક અને એક કિશોરી રહેવા આવ્યા છે, જે બાદ પોલિસે તપાસ કરી તો પહેલા તો કિશોરી અને યુવક ન મળ્યા. પણ પોલીસ જ્યારે તે જ મકાનમાં અંદર બનાવેલ એક રૂમમાં પહોંચી ત્યારે દરવાજો અંદરથી બંધ હતો અને ભારે જહેમત બાદ જ્યારે દરવાજો ન ખુલ્યો ત્યારે પોલીસે તે ઘરમાં રહેતા લોકોની સઘન પૂછપરછ હાથ ધરી અને પછી તેમણે જણાવ્યું કે, મારો એક મિત્ર લગ્ન કરી અહીં આવ્યો છે તે જ અંદર છે. ત્યારબાદ જ્યારે એ દરવાજો ખોલી અંદર પોલીસ પહોંચી તો તેના હોંશ ઉડી ગયા હતા.

સુરતના ગોડાદરાથી ભાગેલી કિશોરી અને બીજા ધર્મનો યુવક તે રૂમમાં આરામ ફરમાવતા હતા. આ દ્રશ્ય જોઇ પોલિસ પણ ચોંકી ગઇ હતી. જે બાદ પોલીસે તાત્કાલિક બંનેને ત્યાંથી ઝડપ્યા અને તેમને સુરત ગોડાદરા પોલીસ સ્ટેશનને લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. કિશોરીને આરોપી શાહનવાજ મોડી રાત્રે પોતાના ઘરે લઈ આવ્યો હતો અને વહેલી સવારે નવ વાગ્યા આસપાસ તે ટુવ્હીલર લઈ કિશોરીને બેસાડી મુંબઈ જવા રવાના થયો હતો. તે બાદ તેણે મુંબઇ આવી તેને તેના મિત્રને કહ્યું કે હું આ યુવતી સાથે લગ્ન કરીને આવ્યો છું અને તે મારી પત્ની છે, અમને થોડાક સમય અહીં રહેવા દો. ત્યારે મિત્રએ વિશ્વાસમાં આવી બંનેને થોડો સમય રહેવા માટે જગ્યા આપી હતી.

Shah Jina