સુરતના કડોદરા નજીક અપહરણ થયેલા 12 વર્ષના બાળકનો મળી આવ્યો મૃતદેહ, પિતા ખંડણી આપવા તૈયાર છત્તાં પણ…

‘કલ સુબહ મુજે પૈસે ચાહિએ વરના…’:12 વર્ષના સગીરનું અપહરણ થયું ને 15 લાખની ખંડણીનો ફોન આવ્યો, કિડનેપરને પૈસા ન મળતાં બાળક મૃત હાલતમાં મળ્યો

Surat Crime : ગુજરાતમાંથી ઘણીવાર અપહરણ અને હત્યાના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતમાંથી અપહરણ બાદ હત્યાનો ચોંકાવનારો અને રૂંવાડા ઊભા કરી દે તેવો મામલો સામે આવ્યો. સુરતના કડોદરામાં 8 સપ્ટેમ્બરે કૃષ્ણનગરમાંથી 12 વર્ષીય બાળકનું અપહરણ થયુ હતુ અને અપહરણકારોએ 15 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. ત્યારે આજે કામરેજના ઉભેળ ગામની સીમમાંથી આ બાળકનો મુતદેહ મળી આવ્યો અને તે પછી તો ચકચારી મચી ગઇ.

12 વર્ષના બાળકનું કરાયુ અપહરણ
8 તારીખે સાંજના સમયે કૃષ્ણનગરમાંથી ટ્યુશનથી ઘરે પરત ફરી રહેલ અમરેન્દ્ર સુધીરકુમાર મહંતોનું અપહરણ કરાયું હતું અને તે ટ્યુશનથી ઘરે બે કલાક સુધી પરત ન આવતા ચિંતિત પરિવારજનો જ્યારે ઘરમાં બેઠા હતા ત્યારે તેમને ફોન આવ્યો કે અમરેન્દ્રનું અપહરણ કરાયુ છે અને તેને છોડવા માટે અપહરણકારોએ 15 લાખની ખંડણી માંગી. આ શકમંદ આરોપીઓ મૃતકના ઘરની નજીક જ રહેતા હતા.

અપહરણ બાદ માગી 15 લાખની ખંડણી
આ મામલે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસવડા અનુસાર, ત્રણ અપહરણકારોએ મૃતક બાળકના પિતા પાસે પહેલા 50 હજારની માંગણી કરી અને પછી ફોન બંધ કરી દીધો. જે પછી ફરીથી અપહરણકારોનો ફોન આવ્યો અને તેમણે 15 લાખની ખંડણી માંગી. જો કે, અમરેન્દ્રના પિતા 50 હજાર રૂપિયા આપવા તૈયાર થઈ ગયા હતા. જો કે પરિવારજનોએ પોલીસનો સંપર્ક સાધ્યો અને બીજી બાજુ અપહરણકારોએ ગુનાને અંજામ આપી દીધો.

કરી દીધી હત્યા
ત્યારે આજે કામરેજના ઉભેળ ગામે ઝાડી ઝાંખરીમાંથી અપહરણ થયેલ બાળકનો મૃતદેહ મળી આવ્યા બાદ ચકચારી મચી ગઇ. અપહરણની ઘટના બાદ જિલ્લા પોલીસે ગ્રામ્ય અને શહેર પોલીસની 10થી વધારે ટીમો બનાવી અને પોલીસ તપાસ દરમિયાન અપહરણકારો પૈકી એક ઉમંગની સુરત શહેરમાંથી અટકાયત કરાઇ હતી.

એક આરોપીએ કબૂલ્યો ગુનો
પોલિસે તેની કડકાઈથી પૂછપરછ કરી તો તેણે કબુલાત કરી કે, બાળકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેવાઇ છે અને તેના મૃતદેહને ઉભેળ ગામની સીમમાં જાડી જાખરીમાં સંતાડી દેવાયો છે. જે પછી પોલિસે બાળકના મૃતદેહનો કબજો મેળવ્યો અને વધુ તપાસ શરૂ કરી. ઉલ્લેખનીય છે કે, બાળકના અપહરણ બાદ જે ફોન આવ્યો હતો તેમાં તેના પિતાને જણાવાયુ હતુ કે અગર તુમ મુજે 15 લાખ રૂપિયા દોગે તો તુમ્હારા લડકા ઘર આ પાયેગા ઓર પોલીસ કે પાસ ગયે તો તુમ્હારા લડકા નહીં આયેગા.

Shah Jina