સબંધી અને પાડોશીએ કાર્ય મોટા મોટા ખુલાસા, એકસાથે ચાર વ્યક્તિઓએ કર્યો હતો આપઘાત, જાણો અંદરની વાત
Suicide of 4 members of the same family surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત કરી લેતા હોવાનું સામે આવતું હોય છે. તો ઘણીવાર સહપરિવાર પણ મોતને વહાલું કરતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હાલ સુરતમાંથી એક પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવતા જ ચકચારી મચી ગઈ છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભાવનગરના અને સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલ વિજયનગર સોસાયટીમાં રહેતા રત્નકલાકાર 55 વર્ષીય વિનુભાઈ ખોડાભાઈ મોરડીયાએ ગત બુધવારના રોજ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, 20 વર્ષીય દીકરા કરીશ અને 15 વર્ષીય દીકરી સેનિતાએ સાથે મળીને ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટુંકાવી લેવાનો નિર્ણય કર્યો હતો.
જેના બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની પત્ની, દીકરા અને દીકરીનું મોત નીપજ્યું હતું. જયારે વિનુભાઈનું પણ લાંબી સારવાર બાદ મોત થયું હતું. આમ એક જ પરિવારના ચાર સભ્યોના આપઘાતના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટના અંગે પોલીસને જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જઈને વધુ તપાસ હાથ ધરી હતી.
આ મામલે પોલીસે જણાવ્યું કે કેનાલ રોડ પર એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. દવા પીધા બાદ તેમને તેમના પિતરાઈ ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે મારો એક દીકરો અને દીકરી છે તેમનું ધ્યાન રાખજો. વિનુભાઈને ચાર સંતાનો છે. જેમાંથી તેમનો એક મોટો દીકરો બહાર ગયો હતો અને એક દીકરી તેના માસીના ઘરે ગઈ હોવાના કારણે બચી ગયા હતા.
રત્નકલાકાર વિનુભાઈએ આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેમને જણાવ્યું હતું કે મારા પાસે આપઘાત કરવા સિવાય કોઈ રસ્તો નથી. હું સારો પતિ, પુત્ર કે પિતા ના બની શક્યો. આ વીડિયોને પોલીસે FSLમાં તપાસ માટે મોકલી આપ્યો છે.ત્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા પાડોશીઓના નિવેદન પણ લીધા છે.
પાડોશીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પરિવારનો મોટો દીકરો પાર્થ અભ્યાસ છોડીને કોઈ કામધંધો નહોતો કરતો અને આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહેતો હતો. આ બાબતે જ્યારે તેને ટોકતા ત્યારે ઘરમાં અવાર નવાર ઝઘડા પણ થતા હતા. હાલ હીરામાં મંડી હોવાના કારણે પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. પરિવારે દીકરાના કારણે ટેનશનમાં આવીને આ પગલું ભર્યું હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.