સુરત સામુહિક આપઘાત કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, આરોપીનું નામ આવ્યુ સામે…અંદરનો વ્યક્તિ જ નીકળ્યો દુષ્પ્રેરણાનો મુખ્ય આરોપી

આ વ્યક્તિ  20 લાખ ચૂકવવા પ્રેસર કરતો, સુરતમાં સોલંકી પરિવાર સામુહિક આત્મહત્યા કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Surat Mass Suicide Case: હાલમાં જ થોડા દિવસો પહેલા સુરતમાંથી એક જ પરિવારના સમાુહિક આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં પોલિસ તપાસ ચાલી રહી છે, ત્યારે આ કેસમાં હવે મોટો ખુલાસો થયો છે. પોલિસને વધુ એક ચિઠ્ઠી મળી આવી છે, જેને કારણે આપઘાત પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યુ છે. આ કેસમાં મૃતકના હાર્ડવેરના ધંધાના પાર્ટનરની ભૂમિકા સામે આવી છે.

આત્મહત્યા કેસમાં મળી આવી બીજી ચિઠ્ઠી

ઇન્દરપાલ પુર્ણારામ શર્મા મૃતક મનીષ સોલંકીને રૂપિયા આપવા દબાણ કરી રહ્યો હતો. જો કે, આ મામલે પોલીસે હાલ તો આરોપીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક મનીષ સોલંકી ઇન્દરપાલ પુર્ણારામ શર્મા સાથે નીધી પ્લાયવુડ નામથી પાર્ટનરશીપમાં હાર્ડવેરનો ધંધો કરતો હતો અને ઇન્દરપાલ દિવાળીએ પૈસા આપવા માટે એક સાથે બધા બિલો આપી પૈસા માગતો અને તેમજ વારંવાર લોન પાસ કરાવી પૈસા આપવા બાબતે પ્રેસર કરતો હતો.

ભાગીદાર નીકળ્યો દુષ્પ્રેરણાનો મુખ્ય આરોપી

આ હકીકત ચિઠ્ઠીમાં સામે આવી છે. જે આધારે પોલીસે તપાસ કરી. તે પછી મૃતકના બનેવીની ફરિયાદ IPC કલમ 306 મુજબ નોંધી આરોપીની ધરપકડ કરાઇ છે. સુરતમાં મનીષ સોલંકી સહિત તેના પરિવારના 7 સભ્યોએ આપઘાત કર્યો હતો અને તે સમયે એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં આરોપીનું નામ ન હતું.

દિવાળી પહેલાં 20 લાખ ચૂકવવા પ્રેસર

પણ મનીષ સોલંકીના ઘરમાં કેટલાક ચોપડા તપાસ્યા બાદ બીજી નોટ મળી આવી અને તેમાં ઇન્દરપાલ શર્માના 20 લાખના ડોક્યુમેન્ટ મળી આવ્યા. એવું સામે આવ્યુ કે આરોપી ઇન્દરપાલ શર્મા દિવાળી પહેલાં 20 લાખ ચૂકવવા પ્રેસર કરી રહ્યો હતો અને ફર્નિચરના બિલ પણ આપ્યા હતા. મનીષ સોલંકીએ 1 કરોડની લોન માટે પ્રક્રિયા કરાવી હતી પણ લોન અપ્રુવ ન થઇ.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina