ફેસબુકથી પરિણીતા આવી આ યુવકના સંપર્કમાં, બંને ગયા કપલ બોક્સમાં ને પછી તો બસ….
ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી કપલ બોક્સ ધમધમી રહ્યા છે. પોલિસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે અને ઘણીવાર રેડ પણ કરવામાં આવે છે તો પણ અવાર નવાર કોઇના કોઇ ઘટનાઓ સામે આવતી જ રહે છે. હાલમાં જ સુરતના સિંગણપોરમાંથી કપલ બોક્સમાં એક પરણિતા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યુ, જેમાં એક શખ્સે પરણિતાને સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડ બનાવી અને પછી પ્રેમજાળમાં ફસાવી કપલબોક્સમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ.

ઘટનાની વિગત જણાવીએ તો, સિંગણપોર હરી દર્શનના ખાડા પાસે આવેલ સુમન પ્રતિક આવાસમાં રહેતો મયૂર પ્રવિણ નાવડિયા સોશિયલ મીડિયા દ્વારા પરણિતાના સંપર્કમાં આવ્યો હતો. તેણે પરણિતાને કપલબોક્સમાં મળવા બોલાવી હતી અને પછી તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. આ દરમિયાન તેણે અંગત પળોના ફોટો પાડી લીધા અને આને આધારે બ્લેકમેલિંગ શરૂ કર્યુ.

આરોપી દ્વારા છેલ્લા 2 વર્ષથી બ્લેકમેલિંગ કરી અવાર નવાર સંબંધ બાંધવા દબાણ કરતા આખરે કંટાળેલી પરણિતાએ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રવિણ નાવડીયા સામે દુષ્કર્મ અને છેડતીનો ગુનો દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, 26 વર્ષીય પરણિતાને લગ્ન જીવનથી સંતાનમાં 1 બાળકી પણ છે. સિંગણપોર પોલીસે ફરિયાદને આધારે દુષ્કર્મ અને છેડતીનો મામલો દાખલ કર્યો છે.

આરીપીના વાત કરીએ તો, તે ભૂતકાળમાં ચોકબજાર પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાનમાં આઉટસોર્સ ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તે પણ પરણિત હોવાનું સામે આવ્યુ છે અને તેને સંતાનમાં એક દીકરો પણ છે. આ ઉપરાંત એવી પણ જાણકારી સામે આવી છે કે આરોપીએ પરણિતાને સિંગણપોરમાં સિલ્વર સ્ટોનમાં આવેલ એક કપલ બોક્સમાં લઇ ગયો હતો.