સુરત કપલ બોક્સમાં સિંગણપોરની પરિણીતા યુવક સાથે ગઈ, યુવકે દુષ્કર્મ આચરીને એવી હાલત કરી નાખી કે ખરેખર…

ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મના કિસ્સાઓ સામે આવે છે, કેટલીકવાર આવા કિસ્સાઓમાં તો હત્યા પણ કરી દેવામાં આવતી હોય છે. છેલ્લા કેટલાક સમયમાં કપલ બોક્સમાં પોલિસની રેડના પણ કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હાલમાં સુરતના સિંગણપોરમાંથી કપલ બોક્સમાં એક પરણિતા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

એક શખ્સે પરણિતાને પ્રેમજાળમાં ફસાવી કપલબોક્સમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ અને આની ફરિયાદ પીડિત પરણિતાએ સિંગણપોર પોલીસ મથકમાં નોંધાવી છે. ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યુ હતુ કે, તે સોશિયલ મીડિયાના માધ્યમથી મયૂર પ્રવિણના સંપર્કમાં આવી હતી અને તેણે પરણિતાને પ્રેમજાળમાં ફસાવી કપલબોક્સમાં લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતું.

આ દરમિયાનના તેણે અંગત પળોના ફોટો પણ પાડી લીધા હતા અને આને આધારે અવારવાર બ્લેકમેલિંગ પણ કર્યુ હતુ. 27 વર્ષીય આરોપી દ્વારા છેલ્લા 2 વર્ષથી બ્લેકમેલિંગ કરી અવાર નવાર શરીર સંબંધ બાંધવા દબાણ કરતા આખરે કંટાળેલી પરણિતાએ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રવિણ નાવડીયા સામે દુષ્કર્મ અને છેડતીનો ગુનો દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 26 વર્ષીય પરણિતાને લગ્ન જીવનથી સંતાનમાં 1 બાળકી પણ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સુરતના કપલબોક્સમાં એક સગીરા સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો હતો. જે બાદ સગીરાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

Shah Jina