સુરતમાં પત્નીની આત્મહત્યાને લઈને પતિએ ફેલાવ્યું હતું જુઠ્ઠાણું, સાચી હકીકત સામે આવતા જ સૌના હોશ ઉડી ગયા, જાણો સમગ્ર મામલો

સુરતમાં મોટા વરાછાની ગોપીનાથ સોસાયટીમાં બીજી સ્ત્રી સાથે લફરાંને લીધે પરિણીતાએ કર્યો હતો આપઘાત, હવે ખુલ્યું મોટું રાઝ, પોલીસે સીધી કરી ધરપકડ

ગુજરાતમાં ઠેર ઠેર આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને મોતને વહાલું કરી લેતા હોય છે તો ઘણા લોકો આર્થિક સંકળામણના કારણે પણ મોતને વહાલું કરી લે છે. ઘણીવાર સાસરિયા અને પતિના ત્રાસથી પણ ઘણી મહિલાઓ પોતાનું જીવન ટૂંકાવી દે છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આજથી લગભગ દોઢેક વર્ષ પહેલા સુરતના મોટા વરાછામાં આવેલ ગોપીનાથ સોસાયટીમાં રહેતી એક પરિણત મહિલાએ અનાજમાં નાખવામાં આવનારી ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, આ મહિલાને એક સંતાન પણ હતું, ત્યારે હાલ આ મહિલાના મોતનું સાચું રહસ્ય સામે આવ્યું છે, જેણે સૌને હેરાન કરી દીધા છે.

પરણિતાના મોત બાદ પતિએ જુઠ્ઠાણું ફેલાવતા જણાવ્યું હતું કે કામ ધંધો ચાલુ નહિ થાય તો આપણે ગામડે ચાલ્યા જઈશું જેના કારણે માઠું લાગી આવતા પત્નીએ આપઘાત કરી લીધો હતો, પરંતુ હવે સાચી હકીકત સામે આવી છે જેમાં પતિના પરસ્ત્રી સાથે સંબંધોની જાણ પત્નીને થઇ ગઈ હોવાના કારણે તેને આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર રાજકોટના જસદણ ગામની એક યુવતી શિલ્પાબેનના લગ્ન નવેમ્બર 2008માં સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા ભાવેશ છગનભાઇ હીરાની સાથે થયા હતા. લગ્ન બાદ તેમને 9 વર્ષનો એક દીકરો પણ હતો. લગ્નના થોડા સમય બાદ જ ભાવેશ શિલ્પા ઉપર ત્રાસ ગુજારતો હતો. જેની ફરિયાદ વારંવાર શિલ્પા તેના પિયરજનોને કરતી હતી. આ દરમિયાન જ શિલ્પાને પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધોની જાણ થઇ હતી, જેના કારણે 14 જુલાઈ 2020ના રોજ શિલ્પાએ ઝેરી દવા પી અને મોતને વહાલું કર્યું હતું.

પરંતુ આ દરમિયાન જ ગત દિવસોમાં શિલ્પાની માતા નીમુબેનને એક સંબંધી દ્વારા જાણવા મળ્યું હતું કે ભાવેશને શિલ્પાના મોસાળ પક્ષની એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને ડિસેમ્બર 2020માં લગ્નની વાત લઇ તેની પ્રેમિકાના ઘરે પણ ગયા હતા. જયાં શિલ્પાના આપઘાતની વાત નીકળતા ઝઘડો પણ થયો હતો. ત્યારે હવે આ મામલામાં મૃતક શિલ્પાબેનની માતા નિમુબેને અમરોલી પોલીસમાં જમાઇ ભાવેશ વિરૂધ્ધ દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવતા ભાવેશની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel